ઓછા થયા કે વધારે? સ્વિસ બેન્કોમાં ભારતીયોના પૈસાને લઈને આવ્યું નવું અપડેટ, હકીકત
સ્વીસ બેન્કનો જ્યારે પણ ઉલ્લેખ આવે છે તો લાગે છે કે લોકો પોતાનું કાળુંધન ત્યાં લઈ જઈને જમા કરે છે, પરંતુ એવું નથી. સ્વિસ બેન્કોમાં જમા બધા પૈસા કાળુંધન નથી. અત્યાર સુધી સ્વિત્ઝરલેન્ડની સરકાર દર વર્ષે ત્યાં જમા ભારતીયોના પૈસાને લઈને કેન્દ્ર સરકારને અપડેટ આપતી રહે છે, પરંતુ આ વખત જે અપડેટ આવ્યું છે, એ તમને ચોંકાવી શકે છે. સ્વિત્ઝરલેન્ડની કેન્દ્રીય બેન્કે આ આંકડા જાહેર કર્યા છે. તેનાથી ખબર પડે છે કે સ્વિસ બેન્કોમાં ભારતીયોની જમા રકમ 70 ટકા ઘટીને 4 વર્ષના નીચલા સ્તર પર 9771 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે એટલે કે માત્ર 4 વર્ષમાં સ્વિસ બેન્કોમાં જમા ધનમાં ખૂબ તેજ ઘટાડો નોંધાયો છે.
તેનો અર્થ છે કે, હવે ભારતીય ત્યાં પૈસા જમા કરી રહ્યા નથી. જે લોકોએ જમા કરી રાખ્યા છે એ પણ કાઢી રહ્યા છે અને અન્ય જગ્યાએ રોકાણ કરી રહ્યા છે. બેંક મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીય ગ્રાહકોના કુલ ધનમાં સતત બીજા વર્ષે ઘટાડો આવ્યો છે. વર્ષ 2006માં ત્યાં સૌથી વધુ પૈસા જમા હતા, જે 6.5 અબજ સ્વિસ ફ્રેક સુધી પહોંચી ગયા હતા. રિપોર્ટ મુજબ સ્વિસ બેંકોથી ભારતીયોનો મોહભંગ થઈ ગયો છે. હવે તેઓ પોતાના પૈસા બોન્ડ સિક્યોરિટીઝ અને અન્ય જગ્યાઓ પર રોકાણ કરી રહ્યા છે.
જો કે આ આંકડાઓમાં એ ધન સામેલ નથી, જે ભારતીયો કે NRIએ કોઈ ત્રીજા દેશ કે સંસ્થાઓના માધ્યમથી સ્વિસ બેન્કોમાં રોકાણ કરી રાખ્યા છે. સ્વિસ નેશનલ બેન્કનો રિપોર્ટ બતાવે છે કે હવે સ્વિસ બેન્કોમાં ભારતીયોના પૈસા 103.98 કરોડ સ્વિસ ફ્રેન્ક રહી ગયા છે. તેમાં બેંક ખાતામાં જમા રોકડ પૈસા 31 કરોડ સ્વિસ ફ્રેન્ક છે. 2022ના અંત સુધીમાં તે 39.4 કરોડ સ્વિસ ફ્રેન્ક હતા. ભારતીયોએ અન્ય બેન્કોના માધ્યમથી 42.7 કરોડ સ્વિસ ફ્રેન્ક સ્વિસ બેન્કોમાં જમા કરી રાખ્યા છે.
એક વર્ષ અગાઉ તે 111 કરોડ સ્વિસ ફ્રેન્ક હતા. ટ્રસ્ટના માધ્યમથી જએ પૈસા અહીની બેંકમાં જમાં કરવામાં આવ્યા છે, તે માત્ર 1 કરોડ સ્વિસ ફ્રેન્ક રહી ગયા છે. વર્ષભર અગાઉ 2.4 કરોડ સ્વિસ ફ્રેન્ક હતા. બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય માધ્યમોથી ભારતીયોએ 30.2 કરોડ સ્વિસ ફ્રેન્ક કરી રાખ્યા છે. બેન્કોના રિપોર્ટ મુજબ વર્ષ 2017, 2020 અને વર્ષ 2021ને છોડી દઈએ તો સ્વિસ બેન્કોમાં જમા ભારતીયોના પૈસામાં સતત કમી આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp