આજના દિવસે ભારતે કર્યું હતું પહેલુ પરમાણુ પરિક્ષણ, જાણો શું નામ આપ્યું હતું

PC: youtube.com

18 મેનો દિવસ ભારતીય ઈતિહાસમાં ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે. જેમાંથી 1974ના રોજ 18 મેનો દિવસ ઘણો અહમ છે, જેણે ભારતને દુનિયાના પરમાણુ સંપન્ન દેશોની લાઈનમાં ઊભું કરી દીધું હતું. ભારતે 18 મે 1974ના રોજ રાજસ્થાનના પોખરણમાં પોતાનું પહેલું અંડરગ્રાઉન્ડ પરમાણુ પરિક્ષણ કર્યું હતું.

આ પરિક્ષણને સ્માઈલિંગ બુદ્ધાનું નામ આપવામાં આવ્યું હતું. આ પહેલી તક હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્ય દેશો સિવાય બીજા કોઈ દેશે પરમાણુ પરિક્ષણ કરવાનું સાહસ કર્યું હતું.

આ તારીખે દુનિયાના ઈતિહાસમાં નોંધાયેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ

1912: પહેલી ભારતીય ફીચર લેન્થ ફિલ્મ શ્રી પુંડાલિક રીલિઝ

1912: એચ ડી દેવગૌડા ભારતના 12મા વડાપ્રધાન બન્યા

1974: રાજસ્થાનના પોખરણમાં પહેલા અંડરગ્રાઉન્ડ પરમાણુ બોમ્બનું પરિક્ષમ કરવાની સાથે ભારત પરમાણુ શક્તિ સંપન્ન દેશ બન્યો

1991: બ્રિટનની પહેલી અવકાશયાત્રી હેલેન શર્મને અંતરિક્ષમાં ઉડાણ ભરી હતી.

1994: ગાઝા પટ્ટી ક્ષેત્રના અંતિમ ઈઝરાયલી સૈનિક ટુકડી હટાવવાની સાથે જ ક્ષેત્ર પર ફિલિસ્તાની સ્વાયત્ત સત્તાનું શાસન ફરી લાગુ કરવામાં આવ્યું

2004: ઈઝરાયલે રાફાના કેમ્પમાં ઈઝરાયલી સૈનિકોએ 19 ફિલિસ્તીનિઓને મોતને ઘાટ ઉતાર્યા.

2009: શ્રીલંકા સરકારે 25 વર્ષથી તમિલ વિદ્રોહીઓની સાથે ચાલી રહેલા જંગને ખતમ કરવાની જાહેરાત કરી અને લિટ્ટેના પ્રમુખ વેલુપિલ્લઈ પ્રભાકરણને મારી નાખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp