વરિષ્ઠ પત્રકારનો દાવો- ઇન્દિરા ગોલ્ડન ટેમ્પલમાં સેના મોકલવા માગતા નહોતા, પરંતુ..

PC: ndtv.com

ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ બે અંગરક્ષકો (બેઅંત સિંહ અને સતવંત સિંહ)એ કરી હતી. વડાપ્રધાનને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 30 કરતા વધુ ગોળીઓ મારવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીના બંને અંગરક્ષક ઓપરેશન બ્લૂ સ્ટારથી નારાજ હતા. તેમનું માનવું હતું કે, સુવર્ણ મંદિરમાં સેના મોકલીને સિખોનું અપમાન કર્યું છે. હાલમાં વરિષ્ઠ પત્રકાર નિરજા ચૌધરીએ દાવો કર્યો છે કે ઇન્દિરા ગાંધી સુવર્ણ મંદિરમાં સેના મોકલવા માગતા નહોતા, પરંતુ તેમના પર કાર્યવાહી કરવાનો દબાવ બનાવવામાં આવ્યો.

પોતે ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી, દબાવ બનાવનારાઓમાં સામેલ હતા. ગુરુવારે ચંડીગઢમાં ઇન્ડિયન એક્સપ્રેસના રેસિડેન્ટ એડિટર મનરાજ ગ્રેવાલ શર્મા દ્વારા સંચાલિત એક પુસ્તક-ચર્ચા સત્રમાં બોલતા ચૌધરીએ કહ્યું કે, ‘ભારતને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ વર્ષ 1984ના સિખ વિરોધી દંગાઓને ભૂલવામાં લાંબો સમય લાગશે. જ્યારે હું પુસ્તક-ચર્ચા માટે આવી રહી હતી, તો હું વિચારી રહી હતી કે આ મુદ્દાને સમાપ્ત કરવાની જરૂરિયાત છે. એ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ દુઃખે છે. જે પ્રકારે હિંસા ફેલાવવામાં આવી, તેનાથી માનસને ઠેસ પહોંચી છે. એ ચૂંટણી જીતવા માટે સત્તાનો ખૂબ જ નિંદનીય પ્રયોગ હતો.’

વરિષ્ઠ પત્રકારે યાદ કર્યું કે, કેવી રીતે પૂર્વ સાંસદ અરુણ નેહરુએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી માટે રસ્તો તૈયાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘રાજીવ ગાંધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા. અરુણ નેહરુએ એક વખત રાજીવ ગાંધીને તેમના વડાપ્રધાન બનવા પાછળનો કિસ્સો બતાવ્યો હતો. નેહરુએ ગાંધીને જણાવ્યું હતું કે, કેવી રીતે 5,000 સિખ માર્યા હતા અને હિન્દુ વોટ એકજૂથ થયા. વોટ બેંકની રાજનીતિ માટે હિંસા ખૂબ જ નિંદનીય ઢંગે ઉપયોગ કરવામાં આવ્યો.’

ચૌધરી મુજબ, અરુણ નેહરુએ રાજીવ ગાંધીને 3 સુત્રીય એજન્ડા આપ્યા હતા. એ હતા રામ મંદિરનું નિર્માણ, કલમ 370ની નાબૂદી અને યૂનિવર્સલ સિવિલ કોડ (UCC)ને લાગૂ કરવો. પછી આ ત્રણેય એજન્ડા ભાજપના મુખ્ય એજન્ડા બની ગયા. સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂ સ્ટરના મુદ્દે તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી સેનાની કાર્યવાહી કરતા ખચકાઈ રહ્યા હતા, પરંતુ અરુણ નેહરુ, રાજીવ ગાંધી અને અર્જૂન સિંહ સહિત પાર્ટીના યુવા લોકોએ ભાર આપ્યો. સેનાની કાર્યવાહી બાદ તેમણે પોતાના ઘર પર મહામૃત્યુંજય પૂજાનું આયોજન કર્યું.

તેઓ મોટા ભાગે મોત બાબતે વાત કરતા રહેતા હતા. તેમણે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તેઓ તેમના મોત પર શોક ન મનાવે. તેમણે કદાચ પહેલા જ અંદાજો હતો કે પછી તેમને એ વાતની જાણકારી હતી કે તેમની સરકારે શું કર્યું છે. પંજાબ બાબતે વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યએ દેશને 3 વડાપ્રધાન (ગુલજારી લાલ નંદા, આઇકે ગુજરાલ અને ડૉ. મનમોહન સિંહ) આપ્યા છે. એ કુલ વડાપ્રધાનોના 20 ટકા છે. પંજાબે ભારતને લઘુમતી સમુદાય, સિખોમાંથી એકમાત્ર વડાપ્રધાન આપ્યા.

તેમના પસંદગીના વડાપ્રધાન કોણ છે કેમ કે તેઓ દિલ્હીમાં રાજનીતિને કવર કરતા રહ્યા છે અને તેમણે પોતાના અનુભવોના આધાર પર પુસ્તક લખ્યું છે? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હું એ નહીં કહી શકું કે મારા પસંદગીના કોણ છે. દરેકમાં સારાઈ હતી. હું કહીશ ડૉ. મનમોહન સિંહને નબળા માનવામાં આવતા હતા, પરંતુ જે પ્રકારે તેમણે 39 મહિના સુધી પોતાની પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી, ગઠબંધન સહયોગીઓનો દબાવ ઝીલ્યો, પરંતુ ભારત-અમેરિકા પરમાણુ સમજૂતી ન છોડી. આ તેમની ક્ષમતા દર્શાવે છે. હું પુસ્તક લઈને તેમને મળવા ગઈ હતી. જ્યારે તેમણે પોતાના પર અધ્યાય જોયો, જેનું શીર્ષક હતું ‘ધ અંડરરેટેડ પ્રાઇમ મિનિસ્ટર હૂ ટ્રાઈંફ્ડ’ તો ખૂબ ખુશ થયા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp