BJP સાંસદે શેર કર્યો સેમ માણેકશાનો લેટર- ઇન્દિરાજી ફક્ત પોતે જ શ્રેય લેતા ન હતા

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા સાંસદ વરુણ ગાંધીએ શુક્રવારે તેમના દાદી અને ભૂતપૂર્વ PM ઈન્દિરા ગાંધીની પ્રશંસામાં તેમના ભરપૂર વખાણ કર્યા. તેમણે ઈન્દિરા ગાંધીને સાચા અને મોટા દિલના નેતા ગણાવ્યા. BJP સાથે તેમના કથિત રીતે વધી રહેલા અંતર વચ્ચે વરુણ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પૂર્વ આર્મી ચીફને લખેલો પત્ર શેર કર્યો છે.

UPના પીલીભીતના લોકસભા સાંસદ વરુણ ગાંધીએ લખ્યું છે કે, '1971ના યુદ્ધમાં ઐતિહાસિક જીત મળ્યા પછી PM શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તત્કાલીન આર્મી ચીફ જનરલ સેમ માણેકશાને એક પત્ર લખ્યો હતો. એક સાચો નેતા જ જાણે છે કે, સમગ્ર ટીમની જ જીત થાય છે, અને તે જાણે છે કે ક્યારે મોટું હૃદય રાખવું જોઈએ અને (ક્યારે) એકલા શ્રેય લેવાનું નથી. આ દિવસે, આખું ભારત આ બે મહાન ભારતીય સુપરહીરોને સલામ કરે છે.'

ફિલ્ડ માર્શલ સામ 'બહાદુર' માણેકશા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીતના મુખ્ય હીરો હતા. દંતકથા છે કે, યુદ્ધ શરૂ થયું તેની થોડીવાર પહેલાં, PM ઇન્દિરા ગાંધીએ આર્મી ચીફ માણેકશાને પૂછ્યું કે, શું તેઓ તૈયાર છે અને તેમણે જવાબ આપ્યો, 'હું હંમેશા તૈયાર છું, પ્રિય.' જ્યારે આ જ માણેકશાના નેતૃત્વમાં સેનાએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી નાખ્યું ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો.

22 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધીએ સેમ માણેકશાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'પ્રિય જનરલ માણેકશા, ભૂતકાળના દિવસોએ આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા અને આપણા રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવા માટે આપણા સશસ્ત્ર દળોની શાનદાર સિદ્ધિ માટે લોકોની પ્રશંસાની સાક્ષી આપી છે.

આર્મી ચીફ અને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે તમારો બોજ કેટલો ભારે રહ્યો છે અને તમે સતત કેટલા દબાણ હેઠળ રહ્યા છો. ઓપરેશન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચેના સંકલનનું આટલું પ્રભાવશાળી પ્રદર્શન તમારા તેજસ્વી નેતૃત્વનો પુરાવો છે. હું ખાસ કરીને આ કટોકટી દરમિયાન તમારા સહકાર, તમારી નિખાલસ સલાહ અને સતત પ્રોત્સાહનને મહત્વ આપું છું. ભારત સરકાર અને લોકો વતી, હું તમારા અને તમારા અધિકારીઓ અને સૈનિકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માંગુ છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp