પતિને દર મહિને આપો 5000 ભરણ-પોષણ ભથ્થું, કોર્ટે પત્નીને કેમ આપ્યો એવો આદેશ?

PC: hindustantimes.com

તમે મોટા ભાગે સાંભળ્યું હશે કે છૂટાછેડાના કેસમાં ભરણ-પોષણ ભથ્થાની માગ કરવામાં આવે છે. પત્ની સાથે અલગ થયા બાદ પતિએ દર મહિને અમુક રૂપિયા આપવાના હોય છે, જેથી તે પોતાનો ખર્ચ ચલાવી શકે. એવામાં મધ્ય પ્રદેશના ઇન્દોરથી એક અનોખી ઘટના સામે આવી છે. અહીની ફેમિલી કોર્ટે બ્યૂટી પાર્લર ચલાવનારી એક મહિલાને છૂટાછેડા બાદ પોતાના 12 પાસ પતિને 5 હજાર રૂપિયા માસિક ભરણ-પોષણ ભથ્થું આપવાના નિર્દેશ આપ્યા છે.

કોર્ટે બુધવારે આ નિર્ણય 23 વર્ષીય અમન કુમારની અરજીનો સંદર્ભ આપતા સંભળાવ્યો કે તેને પોતાની પત્નીના કારણે અભ્યાસ છોડવો પડ્યો. અમન કુમાર બેરોજગાર છે, પરંતુ તેની 22 વર્ષીય પત્ની ગ્રેજ્યુએટ છે અને ઈન્દોરમાં એક બ્યૂટી પાર્લર ચલાવે છે. અરજીકર્તા અમન કુમારના વકીલ મનીષ જરોલેએ જણાવ્યું કે, વર્ષ 2020માં ઉજ્જૈનના રહેવાસી અમન કુમારની એક કોમન ફ્રેન્ડના માધ્યમથી નંદિની સાથે મિત્રતા થઈ.

નંદિનીએ અમનને લગ્ન માટે પ્રપોઝ કર્યો. જો કે, અમન તેની સાથે લગ્ન કરવા માગતો નહોતો, પરંતુ નંદિનીએ તેને આત્મહત્યા કરવાની ધમકી આપી નાખી હતી. ત્યારબાદ જુલાઇ 2021માં તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા અને ઈન્દોરમાં ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યા. અમને પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે લગ્ન બાદ નંદિની અને તેના પરિવારે પરેશાન કરવાની શરૂઆત કરી દીધી. સાથે જ તેને પોતાનો અભ્યાસ ચાલુ રાખતા રોકી દીધો.

લગ્નના બરાબર 2 મહિના બાદ સપ્ટેમ્બરમાં અમન નંદિનીને છોડીને પોતાના માતા-પિતાના ઘરે જતો રહ્યો. અમનના ઘરથી ગયા બાદ નંદિનીએ ગુમ થયાનો રિપોર્ટ નોંધાવી દીધો. અમને પણ એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ડિસેમ્બર 2023માં છૂટાછેડા અને ભરણ-પોષણ ભથ્થા માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ દાખલ કરી. આ દરમિયાન નંદિનીએ ઈન્દોરમાં અમન કુમાર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાવવામાં આવ્યો, પરંતુ કોર્ટ સામે તેણે કહ્યું કે તે અમન સાથે રહેવા માગે છે.

અમનના વકીલે જણાવ્યું કે નંદિનીએ કોર્ટ સામે ખોટું બોલ્યું કે તે બેરોજગાર છે અને અમન નોકરી કરે છે. કોર્ટે તેની અરજી ફગાવી દીધી કેમ કે તેના નિવેદનોમાં ઘણા વિરોધાભાસ હતા. વકીલ મનીષ જારોલેએ કહ્યું કે, આ અનોખો કેસ છે. આ કેસમાં કોર્ટે નંદિનીએ કેસના ખર્ચ તરીકે વધારાની રકમ આપવાનો પણ આદેશ આપ્યો છે. નંદિની અને તેના પરિવારે અમન સાથે ગુનાહિત કૃત્ય કર્યું હતું.જો કે નંદીનીએ કહ્યું કે, તે પોતાની પરિણીત જિંદગી બચાવવા માગતી હતી એટલે તેણે એટલી બધી વાતો ન કહી, પરંતુ હવે તે નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp