નારાયણ મૂર્તિએ તિરુપતિમાં દાન કર્યો સોનાનો શંખ અને કાચબો, કિંમત જાણી ચોંકી જશો

PC: twitter.com

દેશની જાણીતી અને દિગ્ગજ IT કંપની ઈન્ફોસિસની શરૂઆત કરનારા એન નારાયણ મૂર્તિ તેમના પત્ની સુધા મૂર્તિ સાથે તિરુમાલા તિરુપતિ પહોંચ્યા. જ્યાં તેમણે સોનાનો શંખ અને સોનાના કાચબાની મૂર્તિ દાન કરી. આ બંને મૂર્તિઓનું વજન લગભગ 2 કિલો છે.

જણાવીએ કે સુધા મૂર્તિ પહેલા તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ તિરુમાલા તિરુપતિ ટ્રસ્ટના સભ્ય ઈઓ ધર્મ રેડ્ડીને દાન કરેલા શંખ અને કાચબાની મૂર્તિને સોંપી. બંને આ ખાસ અવસરે મંદિરના રંગનાયકુલા મંડપમમાં ગયા. જો તમને જાણ હોય તો, નારાયણ મૂર્તિએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેઓ ભગવદ્ ગીતાથી ઘણા પ્રેરિત છે. અરબોપતિએ ભારતીય મહાકાવ્ય મહાભારતના પોતાના પસંદગીના પાત્ર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાભારતમાં જે પાત્રએ મને સૌથી વધારે પ્રેરિત કર્યા છે તે કર્ણ છે અને તે એમની ઉદારતાને કારણે છે. એવી રીતે જ હું મોટો થયો છું.

ખૂબ જ ખાસ છે શંખ અને કાચબાની મૂર્તિ

જણાવીએ કે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ જે સોનાના શંખ અને કાચબાની મૂર્તિ દાન કરી છે તે ઘણી ખાસ છે. આ બંને સોનાની મૂર્તિને ખાસરીતે ડિઝાઈન કરવામાં આવી છે. આ બંને સોનાની મૂર્તિનો ઉપયોગ સ્વામી અમ્માવરના અભિષેકમાં થશે. આ બંને દંપતિના આ દાનને ભૂરિ દાન પણ કહેવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બજારમાં આ સમયે સોનાનો ભાવ લગભગ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દાન કરવામાં આવેલા સોનાના શંખ અને કાચબાની મૂર્તિનું વજન લગભગ 2 કિલો છે. એવામાં તેની કિંમત લગભગ 1.50 કરોડ રૂપિયા થાય છે.

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાચીન કાળથી દાન થતું આવે છે. આ મંદિરમાં મોટા મોટા નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિ આવતા રહેતા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ પ્રકારના દાનથી ભગવાન વેંકટેશ તેમની મુશ્કેલીઓ દૂર કરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp