આસામની એક મહિલા ઓફિસર સાથે 2012મા થયો હતો અન્યાય

PC: intoday.in

#Metoo:મૂવમેન્ટ ભારતમાં લોકોની સમજમાં આવવા લાગ્યુ છે. તનુશ્રી દત્તાની વાત જ્યારથી સામે આવી છે ત્યાંરથી દેશમાં #Metoo ના ઘણા કિસ્સા સામે આવ્યા છે. લોકો સેક્સ્યુઅલ હૈરેસ્મેંન્ટને લઇને જાગૃત થઇ રહ્યા છે. પણ આ મૂવમેન્ટનાં શરુ થતા પહેલા એવા કેટલા લોકો હતા જેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, પરંતુ કંઇ થયુ નથી અને તેમની જીંદગી બર્બાદ થઇ ગઇ. અસમની એક મહિલા IPS ઓફિસર ની સાથે જે ઘટના થઇ તે Metoo મૂવમેન્ટના પહેલા જ થઇ ગઇ હતી. તેણે પોતાનો આવાજ પણ ઉઠાવ્યો હતો. હાલમાં જ લીના ડોલોએ પોતાના ફેસબૂક એકાઉન્ટ ઉપર પોતાની આપવીતી લખી અને લીનાની પોસ્ટ વાઇરલ થઇ ગઇ.

તેણે તેના ફેસબૂક અકાઉન્ટ પર લખ્યુ કે, 'હુ પણ મારા કાર્યસ્થળ પર સેક્સુઅલ હૈરેસમેન્ટની શિકાર બની છુ. માર્ચ 2012માં મારા એક , સિનિયર IPS મુકેશ અગ્રવાલ જે અત્યારે અસમ ગુવાહાટીનાં ADGP છે. તેમણે મને પોતાની સાથે રજાઓ ઉપર જવાનુ કહ્યું. આ મારુ સારુ કામ કરવાનું કારણ હતું. મેં સ્પષ્ટ પણે નાં પાડી અને કાયદાનો સહારો લેવાનું વિચાર્યું. હું મારા બોસની સાથે રજા ઉપર જવા નહોતી ઇચ્છતી. મેં સીઘી નાં પાડી દીધી. મુકેશ અગ્રવાલ સામે મે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. આના 6 મહિના પહેલા મારા પતિએ આત્મહત્યા કરી લીધી હતી. મારા કેસને એક ગેરસમજ કહીને નકારી દેવામાં આવી, જ્યારે ગુન્હો કરવા વાળાએ ખૂદ કબૂલ કરી લીધુ હતું. ગુનેગારે મને કહ્યુ હતુ કે હું તેની સાથે રજા ઉપર જઉ અને તેના પત્નિને તેના વિશે જણાવું નહી. ગુનેગારની પત્નિએ પણ મારા વિરુધ્ધ આરોપ લગાવ્યો હતો, કારણકે તેના પતિને હું બદનામ કરવાની કોશિશ કરી. હું મારા કેસ ની સામે એક અરજી દાખલ કરી. હું હાઇકોર્ટથી કેસ જીતી ગઇ. મને કોઇપણ પ્રકારની મુક્તિનો એહસાસ નથી થતો ફક્ત એ સંતોષ છે કે સેક્સ્યુઅલ હૈરેસમેન્ટ કરવાવાળા લોકો વિરુધ્ધ જો કેસ કરીએ તો કોઇ સંતોષજનક પરિણામો મળશે. પરંતુ મને કોઇ પ્રકારનો ન્યાય મળ્યો નથી. પરંતુ મને કોઇ પ્રકારનો ન્યાય મળ્યો નથી એ ફરિયાદ માટે જો મેં કરી હતી. મારા પતિએ આત્મહત્યા કરી લીધી, હું મારો કેસ અને મારા પતિ બંન્નેને હારી ગઇ.

મારા બે વર્ષના બે બાળકોના પિતા તેમનાથી દૂર થઇ ગયા. પરંતુ તેમ છતા બાકી લોકો જે #Metoo માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તે યોગ્ય છે. તે આપણી પ્રેરણા છે, શક્તિ છે. હું એ પણ વિચારી રહી છુ કે મારી સાથે એક રીતની રિસ્પોન્સિબિલીટી છે કે મેં મારી સાથે થયેલી ઘટનાની જાણકારી આપુ કે ગુવાહાટી હાઇકોર્ટના જજમેન્ટ મુજબ જો કોઇ પણ પ્રકાની ફરિયાદની જાંચ પૂરી નથી થતી તો બદનક્ષીનો દાવો નકારવામાં આવે છે.' લીના ડોલેએ જે રીતે પોતાની વાતને રાખી છે તેને જોઇને લાગે છે કે તેની સાથે અન્યાય થયો છે અને ભલે કોર્ટે તેના હકમાં ફેંસલો નથી આપ્યો, પરંતુ તેમ છતા પણ એક તરફથી લીના હારી ગઇ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp