હેન્ડપંપમાંથી પાણીને બદલે આગ નીકળી! લોકોમાં ભયનો માહોલ, જુઓ VIDEO

PC: patrika.com

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હેન્ડપંપના બોરમાંથી પાણીને બદલે આગ નીકળવા લાગી છે. ગ્રામજનોએ બોરમાંથી નીકળતી આગને કોઈક રીતે કાબૂમાં લીધી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, સુરક્ષા માટે ફાયર બ્રિગેડને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સરકારી હેન્ડપંપમાંથી પાણીને બદલે આગ નીકળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આગ નીકળતી જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ ઘટનાની માહિતી મળ્યા પછી, વહીવટી અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, સ્થળની તપાસ કરી અને કહ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. સાથે જ ગામના લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે.

મામલો મડીહાન તાલુકાના બહુતી ગામનો છે. પાણીને લઈને ઉભી થતી સમસ્યા જોઈને અહીં રહેતા હરિશંકર યાદવે પોતાના ખેતરમાં લાગેલા સરકારી હેન્ડપંપને રિ-બોર કરાવ્યો હતો. સાડા ચારસો ફૂટની ઉંડાઈના હેન્ડપંપને ફરી બોરિંગ કરાવ્યા પછી તેઓ પૂજા માટે પહોંચ્યા હતા. બોર પાસે માચીસની સળીને સળગાવતાની સાથે જ બોરમાંથી નીકળતા ગેસને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આ પછી બોરમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. આ જોઈને ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગ્રામજનોએ બોરમાંથી નીકળતી આગને કોઈક રીતે કાબૂમાં લઇ લીધી હતી. ત્યારપછી બોર બંધ કરી વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. મડીહાન SDM ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને બોરનું નિરીક્ષણ કર્યું હતું, અને ત્યાર પછી ફાયર બ્રિગેડને ઘટના સ્થળ પર તૈનાત કરી હતી. હાલ બોરમાંથી કયો ગેસ નીકળી રહ્યો છે? તે અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

જેના ખેતરમાં આ બનાવ બન્યો તે હરિશંકર યાદવ કહે છે કે, તે સરકારી હેન્ડપંપ હતો. પહેલા અહીં પાણી આવતું હતું. થોડા દિવસોથી પાણી ઓછું આવતું હતું. આ સમસ્યાને કારણે તેને રી બોર કરાવ્યું હતું. આ પછી, જેવી માચીસની સળી સળગાવી તરત જ આગ શરૂ થઈ ગઈ. આ મામલે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ યુગાંતર ત્રિપાઠીએ કહ્યું કે, બોરમાંથી આગ નીકળતી હોવાની માહિતી અમને મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સુરક્ષા માટે ફાયર બ્રિગેડ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ કંઈ પહેલો મામલો નથી કે જ્યારે હેન્ડપંપમાંથી જ્વલનશીલ ગેસ નીકળતો જોવા મળ્યો હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ માત્ર મિર્ઝાપુરમાં જ નહીં પરંતુ સોનભદ્રમાં પણ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp