63 રૂપિયામાં 5 કિલો મળી રહ્યા છે ચાઇનીઝ ટામેટાં, ભારતમાં થઈ રહી છે સ્મગલિંગ

PC: twitter.com

ભારતમાં ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા છે, તેની કિંમતો એક મહિનાની અંદર 10 ગણાથી પણ વધારે વધી ગઈ છે. તેનાથી ટામેટાં હવે સામાન્ય જનતા માટે સપનું થઈ ગયા છે. પૈસાવાળા અને અમીર લોકો જ ટામેટાં ખરીદી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી-NCRમાં ટામેટાંની કિંમતો કંઈક વધારે જ વધારે જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ટામેટાં 250 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. તેની અસર હવે રસ્ટોરાં અને ઢાબા પર પણ દેખાવા લાગી છે. ઘણા રેસ્ટોરાંએ પોતાના મેન્યૂમાંથી ટામેટાના વ્યંજનને હટાવી દીધા છે.

ખબર એ પણ છે કે કિંમત વધારે હોવાના કારણે ટામેટાંની તસ્કરી શરૂ થઈ ગઈ છે. ભારત-નેપાળ બોર્ડર વિસ્તારના ગામ અને શહેરોમાં રહેનારા લોકો ચાઇનીઝ ટામેટાંનો સ્વાદ ચાખી રહ્યા છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના સીમાંચલ વિસ્તારમાં ચીનના ટામેટાને ખપાવવામાં આવી રહ્યા છે. તેના માટે નેપાળના માર્ગે ચાઇનીઝ ટામેટાંની તસ્કરી થઈ રહી છે. તસ્કર નો મેન્સ લેન્ડના માર્ગે કેરેટમાં ભરીને ચીનના ટામેટાં ભારતમાં લાવી રહ્યા છે. જો કે, બોર્ડર પર તૈનાત જવાન અને પોલીસકર્મી તસ્કરોને ટામેટાં સાથે પકડી પણ રહ્યા છે. એ છતા પણ ટામેટાંની તસ્કરી રોકાઈ રહી નથી.

અત્યારે નેપાળમાં ચીનના ટામેટાં ખૂબ સસ્તા વેચાઈ રહ્યા છે. તો નેપાળથી નજીક પુર્ણિયા જિલ્લાની માર્કેટમાં સારી ક્વાલિટીના ટામેટાં 100-150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેપાળી રૂપિયા ભારતીય રૂપિયામાં લગભગ 63 પૈસા બરાબર હોય છે. આ હિસાબે 100 નેપાળી રૂપિયા ભારતીય મુદ્રામાં લગભગ 63 રૂપિયા થયા. કાલે જ સમાચાર સામે આવ્યા હતા કે ઉત્તર પ્રદેશના મહરાજગંજ જિલ્લાના નૌતનવા વિસ્તારમાં પોલીસ અને સશસ્ત્ર સીમા સીમા બળના 3 ટન ટામેટાં જપ્ત કર્યા હતા, જેની કિંમત 4.8 લાખ રૂપિયા છે. આ બાબતે કસ્ટમ ડીપાર્ટમેન્ટના 6 અધિકારીઓ ઉપર કાર્યવાહી થઈ શકે છે.

સીમાઈ વિસ્તારોના લોકો રોજ નેપાળથી ટામેટાં ખરીદીને ટામેટાં ખાઈ રહ્યા છે. સીમાંચલના અર્રિયા, કટિહાર અને કિશનગંજમાં પુર્ણિયાની ખુશ્કીબાગ માર્કેટથી જ ટામેટાં જાય છે. ખુશ્કીબાગ માર્કેટમાં ટામેટાં બેંગ્લોર અને નાસિકથી આવે છે. ખુશ્કી બાગ માર્કેટના ટામેટાના હોલસેલ વિક્રેતા મૃત્યુંજય કુમાર યાદવે જણાવ્યું કે, બેંગ્લોર અને નાસિકમાં આ વખત ટામેટાંની ખેતી સારી ન થવાના કારણે ટામેટાંની માગ અનુસાર આવી રહી નથી. પહેલા રોજ ખુશ્કીબાગ માર્કેટમાં 14 ચક્કા 3-4 ટ્રક ટામેટાં આવતા હતા. હવે માત્ર એક ટ્રક જ આવી રહ્યો છે. માર્કેટમાં હાલમાં હોલસેલમાં 120-150 રૂપિયા પ્રતિ કિલો ટામેટાં વેચાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp