'12th ફેઈલ'વાળા મનોજ શર્મા બન્યા મહારાષ્ટ્ર પોલીસના IG, લોકોને કહ્યું...
કરિયરની એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિમાં IPS અધિકારી મનોજ કુમાર શર્માને મહારાષ્ટ્ર પોલીસમાં DIGમાંથી IG પદ પર પ્રમોશન મળ્યું છે. મનોજ શર્માના કરિયરમાં આ પ્રગતિની નિમણૂક સમિતિ (ACC) દ્વારા 2003, 2004 અને વર્ષ 2005 બેન્ચના IPS અધિકારીઓ માટે પ્રમોશનની મંજૂરી બાદ થઈ છે. મનોજ શર્મા (જેમની ઇન્સપાઇરિંગ સ્ટોરી પર ફિલ્મ 12વી ફેઇલ) જે ગયા વર્ષે સફળ ફિલ્મોમાં સામેલ રહી. પોતાના પ્રમોશનના સમાચાર શેર કરવા માટે મનોજ શર્માએ પોતાના સોશિયલ મીડિયાનો સહારો લીધો.
પોતાના ફોલોઅર્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરતા મોજ શર્માએ ભારતીય પોલીસ સેવાની અંદર પોતાની જર્ની પર વાત કરી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, ASPથી શરૂ થયેલી સફર આજે ભારત સરકારના આદેશથી IG બનવા સુધી પહોંચી ગઈ છે. તેનાથી લાંબી સફરમાં મારો સાથ આપવા માટે બધાનો દિલથી આભાર. સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ઉપલબ્ધિના વખાણ કરતા તેને એક સાચી પ્રેરણાદાયક કહાની કરાર આપતા શુભેચ્છાઓ આપી. એક વ્યક્તિએ લખ્યું કે, 'શુભેચ્છા મનોજ સર. તમારી કહાનીએ અમને ખૂબ પ્રેરિત કર્યા, તમે તેના હકદાર છો.'
ASP से शुरू हुई यात्रा आज के भारत सरकार के ऑर्डर से IG बनने तक जा पहुँची है। इस लंबी यात्रा में साथ देने के लिए मन से सभी का आभार🙏🙏 pic.twitter.com/LEITH1OVVp
— Manoj Sharma (@ManojSharmaIPS) March 15, 2024
બીજા યુઝરે લખ્યું કે, શુભેચ્છા! તમે યુવા પેઢી માટે સાચી પ્રેરણા છો. એક અન્ય યુઝરે લખ્યું કે, આ દેશને તમારા જેવા રાષ્ટ્રવાદી અને ઈમાનદાર અધિકારીઓની જરૂરિયાત છે. વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 12વી ફેલ, મનોજ શર્માના સંઘર્ષોની કહાની રજૂ કરે છે. વિક્રાંત મેસ્સીએ આ ફિલ્મમાં લીડ રોલ નિભાવ્યો છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકોને ખૂબ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે, મનોજ કુમાર શર્મા મધ્ય પ્રદેશના એક નાનકડા જિલ્લા મૂરેનાના રહેવાસી છે. શર્માનો જન્મ એક ખૂબ ગરીબ પરિવારમાં થયો હતો.
તેઓ ધોરણ 9 અને ધોરણ 10માં થર્ડ ડિવિઝનમાં પાસ થયા હતા. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં તેઓ હિન્દી છોડીને બધા વિષયોમાં ફેલ થઈ ગયા. આગળ જઈને સિવિલ સેવાની તૈયારી દરમિયાન તેમને શ્રદ્ધા જોશી સાથે પ્રેમ થઈ ગયો. ખૂબ વિચાર્યા બાદ તેમણે જોશીને પ્રપોઝ કર્યા અને આશ્ચર્યજનક રૂપે તેમનું પ્રપોઝલ સ્વીકરી પણ લીધું. તેમણે છોકરીને પ્રપોઝ કરતા કહ્યું કે, જો તમે હા કહો તો હું દુનિયા પલટી દઇશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp