અનંત-રાધિકાના લગ્ન પબ્લિક ઇવેન્ટ છે? પોલીસે રસ્તા બંધની જાહેરાત કરી,લોકો નારાજ
મુંબઇમાં અનંત-રાધિકાના 12થી 14 જુલાઇ સુધી લગ્ન છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે આ 3 દિવસ આજુબાજુના રસ્તા બંધ રહેશે એવી એડવાઇઝરી જારી કરી છે, જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે અનંત-રાધિકાના લગ્ન એ કોઇ પબ્લિક ઇવેન્ટ છે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના કાર્યક્રમ ચાલી રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. લગ્ન માટે દુનિયાભરમાંથી ખાસ મહેમાનો મુંબઈ પહોંચી રહ્યા છે.
Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024
અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે રાજકારણ, બિઝનેસ, ફિલ્મ, બોલિવૂડ સહિતના આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ મુંબઈ આવી રહ્યા છે. આ લગ્નને લઈને ટ્રાફિક પોલીસની નવી એડવાઈઝરીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર, અનંત-રાધિકાના લગ્નને ધ્યાનમાં રાખીને, 12 અને 15 જુલાઈ વચ્ચે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પાસે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે
12 જુલાઈએ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણીના ભવ્ય લગ્નને ધ્યાનમાં રાખીને, મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં અનંત-રાધિકાના લગ્નને 'સામાજિક કાર્યક્રમ' તરીકે બતાવવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસે પોતાની એડવાઈઝરીમાં લખ્યું છે કે, BKC, બાંદ્રા ઈસ્ટ, મુંબઈમાં 12મીથી 15મી જુલાઈ દરમિયાન એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો અને VIP લોકો ઉપસ્થિત રહેશે. આવી સ્થિતિમાં લોકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.
ટ્રાફિક નોટિસ મુજબ આ વિસ્તારોમાં 12 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી 15 જુલાઈના રોજ સવારે 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. લક્ષ્મી ટાવર જંક્શન-ધીરુભાઈ અંબાણી સ્ક્વેર એવન્યુ લેન 3-ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ-ડાયમંડ જંકશન-હોટેલ ટ્રાઈડેન્ટથી કુર્લા એમટીએનએલ સુધીના રૂટ પર કોઈપણ વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં. ટ્રાફિક ડાયવર્ઝનને લઈને ડાયવર્ટ રૂટ પણ જારી કરવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસની આ એડવાઇઝરી પછી લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.મુંબઈ ટ્રાફિક પોલીસની પોસ્ટ પર ટિપ્પણી કરતા તેઓએ અંબાણી પરિવારના લગ્નને સાર્વજનિક કાર્યક્રમ કહેવા પર સવાલો ઉઠાવ્યા હતા. અંબાણી પરિવારના પારિવારિક પ્રસંગને કારણે લોકોએ ટ્રાફિક ડાયવર્ઝન અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. લોકો એ વાતથી નારાજ હતા કે તેઓને ખાનગી ફંકશન માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. લોકો ટોંટમાં લખી રહ્યા છે કે એના કરતા તેને રાષ્ટ્રીય રજા જાહેર કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp