મહારાષ્ટ્રમાં મુસ્લિમ કાર્ડ રમવું ભાજપ માટે જરૂરી કે મજબુરી?

PC: x.com/Dev_Fadnavis

મહારાષ્ટ્રમાં 13 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે. ચૂંટણીની જાહેરાત પહેલા મહારાષ્ટ્રની ગઠબંધન સરકારે જે 3 નિર્ણયો લીધા તે મુસ્લિમ તૃષ્ટિકરણ માટેના છે એવી ચર્ચા ચાલે છે. આવા નિર્ણયો પહેલાં કોંગ્રેસની સરકાર લેતી હતી અને આવા નિર્ણયોનો વિરોધ કરી કરી કરીને જ ભાજપે આખા દેશમાં પગપેસારો કર્યો હતો.

તો હવે ભાજપ કેમ મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યું છે? જરૂરી છે કે પછી મજબુરી છે? મહારાષ્ટ્ર સરકાર જે 3 નિર્ણયો લીધા તેમાં એક મદરેસાના શિક્ષકોનો પગાર વધારો, બાબા સિદ્દિકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અને ગઠબંધનમાં સામેલ અજીત પવારે જાહેરાત કરી કે તેમની પાર્ટી 10 ટકા મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપશે.લોકસભા 2024માં 48 બેઠકોમાંથી ગઠબંધન માત્ર 17 બેઠકો જ જીતી શક્યું હતું અને આ વખતે ચૂંટણીમાં પવન ગઠબંધનની વિરોધમાં ચાલી રહ્યો છે એટલે ભાજપ માટે મુસ્લિમ તૃષ્ટીકરણ મજબુરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp