શું જન્મભૂમિથી 3 કિ.મી દુર બની રહ્યું છે રામ મંદિર? સત્ય શું છે?

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યકર્મને હવે 5 દિવસની જ વાર છે તે પહેલા સોશિયલ મીડિયા પર એક વિવાદ સામે આવ્યો છે કે, અયોધ્યામાં બની રહેલું રામ મંદિર જન્મભૂમિથી 3 કિ.મી. દુર બનાવવામાં આવ્યું છે. આ દાવા સાથે એક ગૂગલ મેપનો સ્ક્રિન શોટ પણ શેર કરવામાં આવ્યો છે.

ફેસબુક યૂઝર એમ. હાસમીએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં ગૂગલ મેપનો સ્કિન શોટ શેર કરીને કહેવામાં આવ્યુ છે કે મંદિર વહી બનાયેંગેના નારા સાથે મસ્જિદ તોડવામાં આવી હતી. હવે રામ મંદિર તેની મૂળ જગ્યાને બદલે 3 કિ.મી દુર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

આ તો ઠીક એક યૂઝર છે, પરંતુ મહારાષ્ટ્રના શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, મંદિર 3 કિ.મી દુર બનાવવામાં આવ્યું છે, જાઓ, જઇને જોઇ લો. આ પછી કેટલાંક જાણકારોએ સત્યતાની તપાસ કરી તો સામે આવ્યું કે જે ગૂગલ મેપ શેર કરવામાં આવી રહ્યો છે, તેમાં બે જગ્યાએ માર્કિંગ કરવામાં આવ્યા છે.

એક જગ્યાએ શ્રી રામ જન્મભૂમિ અને બીજા માર્ક પર બાબર મસ્જિદ એવું લખવામાં આવ્યું છે. હવે બાબર મસ્જિદનું લોકેશન ચેક કરવામાં આવ્યું તો રામ મંદિરથી દુર એક મંદિર દેખાય છે અને તે મંદિરનું નામ છે સીતા-રામ બિરલા, બાબર મસ્જિદ જેવી કોઇ જગ્યા જ નથી. એ પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અનેક જાણકારોએ ચોખવટ કરી છે કે આ એક જાતની અફવા ફેલાવવામાં આવી રહી છે. મંદિર તો તેના મૂળ સ્થળે જ બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp