વરુણ ગાંધીની ટિકિટ કેન્સલ થવા પાછળ કારણ શું? મેનકાએ કર્યો ખુલાસો

PC: twitter.com/varungandhi80

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને તેમના પુત્ર વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા અંગે તેમની માતા મેનકા ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે. વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ ન આપવા અંગે મેનકા ગાંધીએ કહ્યું કે, વરુણ ત્યાંથી જ હોવો જોઈતો હતો, પરંતુ પાર્ટીએ નક્કી કર્યું છે, બસ, એટલી જ વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે અનેક વખત પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનારા વરુણ ગાંધીની ટિકિટ રદ કરીને BJPએ ઉત્તર પ્રદેશના જાહેર બાંધકામ મંત્રી અને પૂર્વ સાંસદ જિતિન પ્રસાદને પીલીભીતથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું તેમના પુત્ર વરુણને સરકારની ટીકા કરવા બદલ લોકસભા ચૂંટણીની ટિકિટ ગુમાવવી પડી? જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે, 'અન્ય કોઈ કારણ મને દેખાતું નથી.' તેમણે વધુમાં કહ્યું, 'મને ખાતરી છે કે વરુણ લોકસભા ચૂંટણીની ટિકિટ વિના પણ સારું પ્રદર્શન કરશે.'

અગાઉ એવું માનવામાં આવતું હતું કે, વરુણ પીલીભીતથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, પરંતુ નામાંકન પ્રક્રિયાના છેલ્લા દિવસે પણ તેમણે ઉમેદવારી નોંધાવી ન હતી, જેના પછી આ બેઠક પરથી તેમની ચૂંટણી લડવાની તમામ અટકળોનો અંત આવ્યો હતો. ત્રણ દાયકામાં પહેલીવાર મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી બંને પીલીભીત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં નથી. નેપાળની સરહદે આવેલા તરાઈ બેલ્ટ પર સ્થિત પીલીભીતથી આ વખતે વરુણને ટિકિટ ન મળી એમાં નવાઈ નથી, કારણ કે તે ખેડૂતો, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર BJPની ઘણી વખત ટીકા કરી ચૂક્યો છે.

વરુણની માતા મેનકા સુલ્તાનપુર સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને BJPએ તેને ફરીથી આ સીટ પરથી ટિકિટ આપી છે. પીલીભીત બેઠકનું પ્રતિનિધિત્વ મેનકા ગાંધી અથવા તેમના પુત્ર વરુણ દ્વારા 1996થી કરવામાં આવે છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના પિતરાઈ ભાઈ વરુણ ગાંધી વર્ષ 2009 અને 2019માં પીલીભીતથી BJPના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મેનકા ગાંધીએ કહ્યું કે, તેઓ કેટલા મતોથી જીતશે તેનું અનુમાન લગાવી શકાય તેમ નથી, પરંતુ તેઓ સુલતાનપુર લોકસભા સીટ જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp