ISISએ આપી ધમકીઃ કુંભ મેળામાં થઈ શકે છે હુમલો

15 Nov, 2017
03:31 PM
PC: cbsistatic.com

આતંકી સંગઠન ISISની એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં એક આતંકી ભારતમાં હાજર પોતાના સમર્થકોને ભડકાવી રહ્યું છે. મલયાલમ ભાષાની ક્લિપમાં આતંકી કહી રહ્યો છે કે, સમર્થકોને કુંભ મેળા પર અને ત્રિશૂર પુરમ (કેરળમાં ઉજવાતો હિન્દુ તહેવાર) પર હુમલો કરવો જોઈએ. ઓડિયો મુજબ, તે ઈચ્છે તો તેઓ લોકોના ખાવામાં ઝેર મેળવી શકે છે, તે ઈચ્છે તો કુંભ અને ત્રિશુર પુરમ દરમિયાન લોકો પર ટ્રક ચઢાવી શકે છે. અમારા એક સમર્થકે લાસ વેગાસમાં એકલે હાથે કેટલાય લોકોને માર્યા છે. તમે ઓછામાં ઓછી એક ટ્રેનને તો પાટા પરથી ઉતારવાની કોશિશ કરો અથવા તો ચાકૂથી હુમલો કરો.

Leave a Comment: