ચંદ્રયાન-3ને લઈને શું ઇચ્છતા હતા અમેરિકન એક્સપર્ટ્સ? ISRO ચીફે કર્યો ખુલાસો

PC: indiatoday.in

ISROના અધ્યક્ષ એસ. સોમનાથે રવિવારે કહ્યું હતું કે, અમેરિકામાં જટિલ રોકેટ મિશનમાં સામેલ વિશેષજ્ઞોએ જ્યારે ચંદ્રયાન-3 અંતરીક્ષયાનને વિકસિત કરવાની ગતિવિધિઓ જોઈ તો તેઓ ઇચ્છતા હતા કે ભારત તેમની સાથે અંતરીક્ષની ટેક્નોલોજી શેર કરે. ISRO ચીફ સોમનાથ રવિવારે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલામ આઝાદની 92મી જયંતીના ઉપલક્ષ્યમાં ડૉ. APJ અબ્દુલ કલામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, ‘આપણો દેશ ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર છે. તમે સમજી ગયા? જ્ઞાન અને બુદ્ધિમતાના સ્તરના હિસાબે આપણો દેશ દુનિયાના સર્વશ્રેષ્ઠ દેશોમાંથી એક છે. ચંદ્રયાન-3 મિશન માટે જ્યારે અમે અંતરીક્ષ યાનની ડિઝાઇન વધુ વિકસિત કરી, તો અમે જેટ પ્રોપલ્શન પ્રયોગશાળા, NASA-JPLના વિશેષજ્ઞોને આમંત્રિત કર્યા, જે બધા રોકેટ અને સૌથી કઠિન મિશન પર કામ કરે છે. NASA-JPLથી લગભગ 5-6 લોકો (ISRO મુખ્યાલય) આવ્યા અને અમે તેમને ચંદ્રયાન-3 બાબતે સમજાવવામાં આવ્યા. આ સોફ્ટ લેન્ડિંગ (23 ઑગસ્ટના રોજ) થવા પહેલાની વાત છે.

તેમણે કહ્યું કે, અમે જણાવ્યું કે અમે તેને કેવી રીતે ડિઝાઇન કર્યું અને અમારા ઈજનેરોએ તેને કેવી રીતે બનાવ્યું અને અમે ચંદ્રમાની સપાટી પર કેવી રીતે ઉતરીશું. પછી તેમણે બસ એટલું કહ્યું કોઈ ટિપ્પણી નહીં. બધુ સારું થવાનું છે. JPL એક અનુસંધાન અને વિકસિત પ્રયોગશાળા છે જે નેશનલ એરોનોટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા નાણાકીય પોષિત છે અને અમેરિકામાં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (કૈલટેક) દ્વારા પ્રબંધિત છે.

સોમનાથે કહ્યું કે, તેમણે (અમેરિકન અંતરીક્ષ વિશેષજ્ઞોએ) એક વાત એમ પણ કહી કે, વૈજ્ઞાનિક ઉપકરણોને જુઓ, તેઓ કેટલા સસ્તા છે. તેમને બનાવવા કેટલા સરળ છે અને તે ઉચ્ચ ટેક્નિકવાળા છે. તમે તેને કેવી રીતે બનાવ્યા? તેઓ પૂછી રહ્યા હતા તમે તેને અમેરિકાને કેમ નથી વેચી દેતા? સોમનાથે કહ્યું કે, તો તમે (વિદ્યાર્થી) સમજી શકો છો કે સમય કેટલો બદલાઈ ગયો છે. આપણે ભારતમાં સર્વોત્તમ ઉપકરણ અને રોકેટ બનાવવામાં સક્ષમ છીએ. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરીક્ષ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યું છે.

ISRO ચીફે કહ્યું કે, ભારતે 23 ઑગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રમાની સપાટીના દક્ષિણ ધ્રુવને સફળતાપૂર્વક સ્પર્શ કર્યો, જેથી તે અમેરિકા, ચીન અને તત્કાલીન સોવિયત સંઘ બાદ ચંદ્રમા પર ઉતરવાની ઉપલબ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બની ગયો. હવે અમે તમને કહી રહ્યા છીએ કે આવો અને રોકેટ, ઉપગ્રહ બનાવીએ અને આપણા દેશના અંતરીક્ષ ટેક્નોલોજીમાં હજુ શક્તિશાળી બનાવીએ. એ માત્ર ISRO જ નહીં, દરેક અંતરીક્ષમાં એમ કરી શકે છે. ચેન્નાઈમાં એક કંપની છે, જેનું નામ અગ્નિકુલ છે જે રોકેટનું નિર્માણ કરી રહી છે. એવી જ હૈદરાબાદમાં એક કંપની સ્કાઇરુટ છે. ભારતમાં ઓછામાં ઓછી 5 કંપનીઓ છે જે રોકેટ અને ઉપગ્રહ બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp