દરેક મિશન પછી મંદિર જાય છે ISRO ચીફ, જણાવ્યું શા માટે ભગવાન પર આટલી શ્રદ્ધા

PC: news18.com

ગગનયાન મિશનની સફળ ટ્રાયલના થોડા દિવસો પછી ISROના પ્રમુખ એસ. સોમનાથે તિરુવનંતપુરમના પૂર્ણમિકવુ મંદિરમાં વિજયાદશમીના દિવસે દર્શન કર્યા. મોટેભાગે મિશન પછી ઈસરો ચીફ ભગવાનના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા મંદિરોમાં જાય છે. આ અવસરે ઇસરો ચીફે બ્રહ્માંડના રહસ્યોને સમજવા માટે ચાલી રહેલા તેમની આધ્યાત્મિક શોધને પણ શેર કરી.

આ ખાસ અવસરે ઈસરો ચીફે કહ્યું કે, હું એક અવકાશ વૈજ્ઞાનિક તરીકે સ્પેસના રહસ્યોને સોલ્વ કરવાની કોશિશ કરું છું. રોકેટ બનાવું છું. હું બ્રહ્માંડના રહસ્યોને જાણવા માટે મનની અંદર અને મનની બહાર બંને રીતે કોશિશ કરું છું. મંદિરમાં આવવાને લઇ તેમણે કહ્યું કે, તેમનો ભગવાન સાથે એક ખાસ કનેક્શન છે. માટે તે હંમેશા મંદિર જાય છે. કાર્યક્રમમાં ઈસરો ચીફે દશેરા પર વિદ્યારંભ કાર્યક્રમ હેઠળ બાળકોને અક્ષર જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવ્યો.

આ દરમિયાન તેમણે ગગનયાન મિશનને લઇ પણ પોતાની વાત રજૂ કરી. ઈસરો ચીફ સોમનાથે સ્પષ્ટ કર્યું કે, કારણ કે અવકાશ યાત્રીઓનું સિલેક્શન અને તાલીમ પહેલાથી જ કરી દેવામાં આવી છે માટે ગગનયાનના શરૂઆતી મિશનમાં મહિલાઓની ભાગીદારી સંભવ રહેશે નહીં. ગગનયાન મિશનનો ઉદ્દેશ મનુષ્યોને અવકાશમાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો છે. તેમણે ભવિષ્યના ગગનયાન અભિયાનોમાં મહિલાઓની વધારે ભાગીદારીની આશા વ્યક્ત કરી.

તેમણે કહ્યું કે, અવકાશ અભિયાનોમાં વધારે મહિલાઓની ભાગીદારી મારી ઈચ્છા સૂચિનો ભાગ છે અને મેં ન માત્ર પ્રધાનમંત્રી પણ આખા દેશનો અવાજ ઉઠાવ્યો છે. રવિવારે ઈસરો ચીફે કહ્યું હતું કે, અવકાશ એજન્સી ઇસરો પોતાના બહુપ્રતીક્ષિત માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન માટે મહિલા લડાકૂ પ્રશિક્ષણ પાયલટો કે મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપશે અને ભવિષ્યમાં તેમને મોકલવા સંભવ છે. ઈસરો આવતા વર્ષે પોતાના માનવ રહિત ગગનયાન અવકાશ યાન પર એક મહિલા હ્યૂમનોઇડને મોકલશે, જે માનવ જેવું દેખાતું રોબોટ રહેશે.

જણાવીએ કે, એસ સોમનાથે ચંદ્રયાન-3 મિશન લોન્ચ થવાના એક દિવસ પહેલા 13 જુલાઈના રોજ સુલ્લુરપેટા સ્થિત શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. ઈસરો ચીફે શ્રીહરિકોટાથી 22 કિલોમીટર દૂર પશ્ચિમમાં તિરુપતિ જિલ્લામાં સ્થિત મંદિરમાં પૂજા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp