ભારતનો ‘ચંદ્રવિજય’, વૈજ્ઞાનિકોને સલામ, સાઉથ પોલમાં લેન્ડિંગ કરનારો પહેલો દેશ

PC: twitter.com

જેની દેશ અને દુનિયાના લોકો ઘણા દિવસોથી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ઐતિહાસિક  ઘટના 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે પુરી થઇ. ભારતે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લેન્ડિંગ કરીને અભૂતપૂર્વ સિદ્ધી હાંસલ કરી છે. દરેક દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ હતી. ભારતભરના લોકોએ આ સિદ્ધીને વધાવી છે અને વૈજ્ઞાનિકોની સરાહના કરી છે.

ચંદ્રયાન- 3એ ચાંદની સપાટી પર સફળ લેન્ડિંગ કરી દીધું છે. આવી સફળતા હાંસલ કરનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની ચૂક્યો છે. ભારતના 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16500 વૈજ્ઞાનિકોની 4 વર્ષની મહેનત રંગ લાવી છે. ખરેખર. ચંદ્રયાન-3 સાથે જોડાયેલા દેશના દરેક વૈજ્ઞાનિકોને લાખ લાખ સલામ. હવે પુરી દુનિયા જ નહી, ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

 આખરે ISRO ચંદ્ર પર ઝંડો લહેરાવી દીધો છે. વૈજ્ઞાનિકોની દિવસ રાતની મહેનત સફળ થઇ છે અને ભારતનું નામ હવે દુનિયામાં એ 4 દેશો સાથે જોડાઇ ગયું છે ,જે સોફ્ટ લેન્ડિંગમાં એક્સપર્ટ છે. 

કુલ મળીને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મળીને ચંદ્રના વાયુમંડળ, સરફેસ, રસાયણ, ભૂકંપ, ખનિજ વગેરેની તપાસ કરશે. તેનાથી ઇસરો સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોને ભવિષ્યનું સ્ટડી કરવા માટે જાણકારી મળશે. રિસર્ચ કરવામાં સરળતા રહેશે. આ તો થઇ વૈજ્ઞાનિકોના ફાયદાની વાત.

દેશને શું ફાયદો થશે

તેના વિશે વાત કરીએ તો વિશ્વમાં અત્યાર સુધી ફક્ત ત્રણ દેશો જ ચંદ્ર પર સફળતા પૂર્વક પહોંચી શક્યા છે. અમેરિકા, રશિયા અને ચીન. ભારતનું ચંદ્રયાન - 3 સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ થતા ભારત આમ કરનારો વિશ્વનો ચોથો દેશ બની  ગયો છે.દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં લેન્ડિંગ કરનારો વિશ્વનો પહેલો દેશ બની જશે.

ISROને શું ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો,

ઇસરો આખી દુનિયામાં સસ્તા કોમર્શિયલ લોન્ચિંગ માટે જાણીતું છે. અત્યાર સુધી 34 દેશોના 424 વિદેશી સેટેલાઇટ્સને છોડી ચુક્યું છે. 104 સેટેલાઇટ્સ એક સાથે છોડ્યા છે. તે પણ ફક્ત એક જ રોકેટથી. ચંદ્રયાન - 1એ ચંદ્ર પર પાણી શોધ્યું હતું. ચંદ્રયાન - 2 ઓર્બિટર આજે પણ કામ કરી રહ્યું છે. તેણે જ ચંદ્રયાન - 3 માટે લેન્ડિંગ સાઇટ શોધી હતી. મંગળયાનનો પરચો તો આખી દુનિયા જોઇ ચૂકી છે. ચંદ્રયાન - 3ની સફળતા ઇસરોના નામને આખી દુનિયાની મોટી સ્પેસ એજન્સીઓમાં સામેલ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp