શું ચંદ્રથી ધરતી પર સેમ્પલ લાવવામાં સફળ થશે ચંદ્રયાન-3? જાણો ISROનો જવાબ

PC: ndtv.com

ચંદ્રયાન-3માં ભારતની આશાજનક સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) હવે એવા મિશનોની યોજના બનાવી રહ્યું છે જે ત્યાંના નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવામાં સક્ષમ હશે. અધિકારીઓએ કહ્યું કે, 3 સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાની સપાટી પર વિક્રમ લેન્ડરનું ઉપર ઊઠવું અને ફરી એક વખત સફળતાપૂર્વક લેન્ડિંગ કરવું, એ જ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. ISROના એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરત પર કહ્યું કે, ‘ચંદ્રયાન-3 ના નિષ્કર્ષ, વિશેષ રૂપે સફળ હોપ પ્રયોગ, ભવિષ્યના ચંદ્ર મિશનોના આધાર હશે.

તેમણે આગળ કહ્યું કે, અંતરીક્ષ એજન્સી આ પ્રયોગોના આધાર પર નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમ ડિઝાઇન કરશે. હિન્દુસ્તાન ટાઇમ્સે એક અધિકારીના સંદર્ભે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, તેના માટે અત્યાર સુધી કોઈ સમયસીમા નથી, પરંતુ અમે પોતાના સિસ્ટમને એ પ્રકારે વિકસિત કરવા પર કામ કરી રહ્યા છીએ કે આ વાપસીની ઉડાણ ભરી શકે. હોપ એક્સપરિમેન્ટ માત્ર મોટી યોજનાનું પ્રદર્શન હતું. માત્ર થોડા જ દેશોએ હોપ બનાવવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે.

3 સપ્ટેમ્બરના રોજ લેન્ડર દ્વારા છલાંગ લગાવ્યા બાદ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટી પર ફરીથી સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી હતી. ISROએ જણાવ્યું હતું કે સ્લીપ મોડમાં જવા અગાઉ એક પ્રક્રિયા હેઠળ કમાન્ડ મળવા પર વિક્રમ (લેન્ડર)એ એન્જિનોને ફાયર કર્યા. અનુમાન મુજબ, લગભગ 40 સેન્ટિમીટર સુધી પોતાને ઉપર ઉઠાવ્યું અને આગળ 30-40 સેન્ટિમીટરની દૂરી પર સુરક્ષિત લેન્ડ કર્યું. ISROએ કહ્યું કે, વિક્રમ લેન્ડર પોતાના મિશનના ઉદ્દેશ્યોને પૂરા કરવાની દિશામાં આગળ વધી ગયું. અભિયાનની મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રક્રિયાથી ભવિષ્યમાં સેમ્પલની વાપસી અને ચંદ્રમા પર માનવ અભિયાનને લઈને આશા વધારવામાં આવી છે.

ISROએ લખ્યું કે, ‘મહત્ત્વપૂર્ણ શું છે?: આ પ્રક્રિયાથી ભવિષ્યમાં સેમ્પલ વાપસી અને ચંદ્રમા પર માનવ અભિયાને લઈને આશાઓ વધી ગઈ છે. વિક્રમની પ્રણાલીઓ સારી રીતે કામ કરી રહી છે અને તે સારી હાલતમાં છે. લેન્ડરમાં ઉપસ્થિત રેમ્પ અને ઉપકરણોને બંધ કરવામાં આવ્યા અને પ્રયોગ બાદ ફરી સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ભારતે 23 ઑગસ્ટના રોજ ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ બાદ ઇતિહાસ રચી દીધો હતો. ભારત ચંદ્રમાની સપાટી પર પહોંચનારો ચોથો દેશ અને તેના દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp