સોશિયલ મીડિયાથી વસ્તુઓ વેચીને કરી 100000 કરોડની ટેક્સ ચોરી, હવે ફસાઇ ગયા

PC: ddnews.gov.in

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 10 હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ખુલાસો કર્યો છે. આ ટેક્સ ચોરી 3 વર્ષ દરમિયાન ઓનલાઇન રિટેલ કંપની તરફથી કરવામાં આવી છે, જેને લઈને ઇનકમ ટેક્સ વિભાગે 45 બ્રાંડોને ટેક્સ નોટિસ પણ મોકલી છે. ઓનલાઇન રિટેલ કંપનીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને પ્રોડક્ટની સેલ કરી, પરંતુ પોતાની આવકની પૂરી જાણકારી ન આપી. સાથે જ આ બ્રાંડોએ ટેક્સની પણ પૂરી ચૂકવણી ન કરી.

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 45 ઓનલાઇન રિટેલ બ્રાંડોને ટેક્સ નોટિસ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે મોકલવામાં આવી છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આ 45 બ્રાંડો સિવાય કેટલીક અન્ય કંપનીઓ પણ સામેલ છે, જેમને જલદી જ ટેક્સ નોટિસ મોકલવામાં આવશે. આ કંપનીઓએ પણ ટેક્સની ચૂકવણી કરી નથી અને ન તો પોતાની આવકનો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, એક સીનિયર અધિકારીએ કહ્યું કે મોટી ઇ-કોમર્સ કંપનીઓને છોડીને અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાની પ્રોડક્ટ સેલ કરનારી બ્રાંડો પર નજર રાખી રહ્યા છીએ. 

આ તપાસ દરમિયાન લગભગ 10 હજાર કરોડના ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે અને તેના માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 45 બ્રાંડોને નોટિસ ઓક્ટોબરના અંતિમ અઠવાડિયાથી 15 નવેમ્બર વચ્ચે મોકલી હતી, જે અસેસમેન્ટ વર્ષ 2022 થી લઈને 2022 માટે હતું. તો અત્યારે કેટલીક અન્ય કંપનીઓની દેખરેખ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે 45 કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે તે અલગ-અલગ પ્રોડક્ટ સેલ કરે છે.

આ કંપનીઓ જ્વેલરી, ફૂટવિયર, બેગ અને ગિફ્ટ પ્રોડક્ટ વેચે છે. આ કંપનીઓમાં કેટલીક ઇ-કોમર્સની પ્રમુખ કંપનીઓ પણ સામેલ છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચ બનાવી રહી છે. એ સિવાય કેટલીક એવી પણ કંપનીઓ છે જે ભારત સાથે જ વિદેશોમાં પણ પોતાના પ્રોડક્ટ સેલ કરી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કંપનીઓ માત્ર એક નાનકડી દુકાન અને ગોદામો સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વેચાણ કરી રહી છે અને તેમનું ટર્નઓવર 110 કરોડ રૂપિયાથી વધુ છે.

જ્યારે આ કંપનીઓએ માત્ર 2 કરોડનું ટેક્સ રિટર્ન દાખલ કર્યું છે અને તેનું ટર્નઓવર રિટેલ વિક્રેતાઓ તરફથી વધુ ચૂકવણી UPIના માધ્યમથી કરવામાં આવી હતી, આ કારણે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને સરળતાથી ટ્રેક કરી લીધા. ઉલ્લેખનીય છે કે દેશમાં 22.9 કરોડથી વધુ એક્ટિવ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે જે દુનિયામાં સૌથી વધુ છે. તો ફેસબુક યુઝર્સની વાત કરીએ તો તેની સંખ્યા 31.4 કરોડથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp