પત્નીનું સિંદુર ન લગાવવું ક્રૂરતા.., ફેમિલી કોર્ટે કહ્યું પરિણીત હોવાની આ નિશાની

PC: caribbeanaclassblog.wordpress.com

હિન્દુ ધર્મમાં લગ્ન બાદ મહિલાઓ દ્વારા સેંથામાં સિંદુર ભરવાનું ધાર્મિક મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદુર પરિણીત હોવાની નિશાની છે. આ સિંદૂરથી ખબર પડે છે કે, મહિલા પરિણીત છે. સિંદુર લગાવવાને લઈને ઈન્દોર ફેમિલી કોર્ટે કહ્યું કે,પત્નીનું સિંદુર ન લગાવવું એક પ્રકારની ક્રૂરતા છે. આ ટિપ્પણી સાથે ઈન્દોર ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અલગ રહેતી પત્નીને આદેશ આપ્યો કે, તાત્કાલિક પતિ પાસે ફરે. કોર્ટે પતિના પક્ષમાં નિર્ણય સંભળાવતા પત્નીને પતિ પાસે જવાનો આદેશ આપ્યો.

11 પાનાંના નિર્ણયમાં ફેમિલી કોર્ટે ગુવાહાટી હાઇ કોર્ટના એક આદેશનો સંદર્ભ પણ આપ્યો. કોર્ટે માન્યું કે, પતિએ પત્નીનો પરિત્યાગ કર્યો નથી, પરંતુ પત્નીએ પોતાની મરજીથી પોતાને પતિથી અલગ કરી છે. કોઈ યોગ્ય કારણ વિના પતિનો પરિત્યાગ કર્યો છે. અરજીકર્તા પવન યાદવે એડવોકેટ શુભમ શર્માના માધ્યમથી ફેમિલી કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ દાંપત્ય સંબંધોની પુનર્સ્થાપના માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં કહ્યું હતું કે, પત્નીએ પતિનો 5 વર્ષથી કોઈ યોગ્ય કારણ વિના પરિત્યાગ કરી રાખ્યો છે.

પત્નીએ પોતાના નિવેદનમાં પતિ દ્વારા નશો કરવા, ઘૂંઘટ કરવા માટે પરેશાન કરવા, કરિયાવર માગવા જેવા કેટલાક આરોપ લગાવ્યા હતા. એડવોકેટ શર્માએ કોર્ટમાં તર્ક રાખ્યા કે પત્ની 5 વર્ષથી અલગ રહે છે અને તેણે સિંદુર લગાવવાનું પણ બંધ કરી દીધું છે, જ્યારે તે પરિણીત છે. તેમણે જણાવ્યું કે, કોર્ટમાં નિવેદન આપતી વખત પણ પત્નીએ સિંદુર લગાવ્યું નહોતું. આ બાબતે સવાલ પૂછવા પર પત્નીએ એ વાત સ્વીકારી કે તે અલગ રહે છે એટલે તેણે સિંદુર લગાવવાનું બંધ કરી દીધું છે. કોર્ટે શર્માના તર્કોથી સહમત થતા પતિના પક્ષમાં આદેશ પાસ કર્યો અને પત્નીને આદેશ આપ્યો કે તે પતિ પાસે ફરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp