રામમંદિર મામલે રાહુલે કહ્યું રાજનીતિ થઇ રહી છે, જાણો મુખ્ય પૂજારીનો મત

PC: organiser.org

અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિપક્ષે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું છે કે, 'આ રાજનીતિ છે' તેના જવાબમાં અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મંગળવારે કહ્યું કે, આ રાજનીતિ નહીં ધર્મનીતિ છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું કે, આ રાજનીતિ નહીં ધર્મનીતિ છે. કાલે કોંગ્રેસના નેતા અહીં આવ્યા હતા અને અમે બધાને સન્માનિત કર્યા. અમને કોઈ પાર્ટી સાથે મતલબ નથી. જે અહી આવે છે તેને રામ ભક્ત સમજીએ છીએ. અમે રાજનીતિથી દૂર છીએ.

ઉલ્લેખનીય છે કે, શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન આ વર્ષે થવા જઇ રહેલી ચૂંટણીને જોતા વિપક્ષી પાર્ટીઓ તેના સમયને લઈને ભાજપ પર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, '22 જાન્યુઆરીના કાર્યક્રમને પૂરી રીતે નરેન્દ્ર મોદી ફંક્શન બનાવી દીધું છે, એ પૂરી રીતે રાજનીતિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSનો કાર્યક્રમ બની ગયો છે. જેના કારણે પાર્ટીના મુખ્ય નેતાઓએ તેમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.'

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથ જોડાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, RSS અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને પૂરી રીતે રાજનીતિક અને નરેન્દ્ર મોદી ફંક્શન બનાવી દીધું છે. આ અમે બધા ધર્મો સાથે છીએ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલા પ્રમુખ લોકો (શંકરાચાર્યો)એ પણ પોતાના વિચાર પ્રકટ કર્યા છે કે આ એક રાજનીતિક કાર્યક્રમ છે એટલે અમારા માટે એવા કોઈ કાર્યક્રમમાં જવું ખૂબ મુશ્કેલ છે જેને વડાપ્રધાન અને સંઘની આસપાસ તૈયાર કરવામાં આવ્યો છે.

તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ પ્રતિક્રિયા આપી છે. મુખ્ય સમારોહના એક અઠવાડિયા અગાઉ મંગળવારે વૈદિક અનુષ્ઠાન શરૂ થવા પર આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, 'અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે. બધી પ્રક્રિયાઓ આચાર્યો દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામલલાની મૂર્તિની સ્થાપના બાદ પૂજા કરવામાં આવશે અને મૂર્તિને સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ રામલલાને મુકુટ અને કુંડળથી સજાવવામાં આવશે અને ત્યારબાદ આરતી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. સમારોહ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લક્ષ્મીકાન્ત દીક્ષિતના નેતૃત્વમાં પૂજારીઓની એક ટીમ 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું મુખ્ય અનુષ્ઠાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp