તંબાકુ વેપારીને ત્યાં ITના દરોડા, અઢી કરોડની તો એક ઘડિયાળ મળી અને...

PC: twitter.com

ઉત્તર પ્રદેશના બંશીધર તંબાકુ ગ્રુપ પર શુક્રવારના રોજ ઈન્કમ ટેક્સ વિભાગની રેડ પડી હતી, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, રોકડ રૂપિયા, લક્ઝરી કારો જેની કિંમત કરોડો રૂપિયામાં છે, ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય IT વિભાગની ટીમને ઘડિયાળોનું પણ મોટું કલેક્શન મળ્યું છે, જેમાં એક ઘડિયાળની કિંમત તો અઢી કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

બીજા દિવસે રેડમાં અધિકારીઓને આ ગ્રુપના પ્રમુખ કે.કે.મિશ્રાના ઠેકાણા પર લક્ઝરી ઘડિયાળો મળી, જેમાં અઢી કરોડ રૂપિયાની એક ડાયમંડ સ્ટેડિડ ઘડિયાળ પણ સામેલ હતી. આ ઘડિયાળ પર હીરા જડવામાં આવ્યા હતા.

તંબાકુ કંપની પર ITના દરોડા, 60 કરોડની તો ખાલી કાર મળી, નોટોના થેલા...

કાનપુરમાં બંસીધર ટોબેકો કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત કંપનીના 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેનું ટર્નઓવર 20 થી 25 કરોડ રૂપિયા બતાવ્યું છે, પરંતુ વાસ્તવમાં ટર્નઓવર 100-150 કરોડ રૂપિયાની આસપાસ છે.

29 ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગે તમાકુ કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના માલિકના દિલ્હીના ઘરેથી 60 કરોડ રૂપિયાથી વધુની કાર મળી આવી હતી. જેમાં 16 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ પણ સામેલ છે.બંસીધર ટોબેકો કંપનીના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરે જે કારની તલાશી લેવામાં આવી હતી તેમાં મેકલેરેન, લેમ્બોર્ગિની, ફેરારી, રોલ્સ રોયસ જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગે દરોડા દરમિયાન 4.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કેટલાક અતિ મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમાકુ કંપની એકાઉન્ટ્સમાં દર્શાવેલ કંપનીને નકલી ચેક આપી રહી હતી, પરંતુ બીજી તરફ અન્ય મોટા પાન મસાલા હાઉસમાં પ્રોડક્ટ સપ્લાય કરી રહી હતી. તમાકુ કંપની રૂ. 20-25 કરોડનું ટર્નઓવર બતાવતી હતી જે વાસ્તવમાં રૂ. 100 થી 150 કરોડથી વધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 80 વર્ષથી તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલી એક પેઢીના માલિક કેકે મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રાની નયાગંજમાં જૂની ઓફિસ છે. ગુરુવારે બપોરે લગભગ 1.30 વાગ્યે, આવકવેરા વિભાગના અધિકારીઓ 6 વાહનોમાં પહોંચ્યા અને સમગ્ર પરિસરને પોતાના કબ્જામાં લઈ લીધું હતું.

ત્યાં હાજર કર્મચારીઓના મોબાઈલ ફોન લઇ લેવામાં આવ્યા હતા. કાગળના દસ્તાવેજો સાથે ઈલેક્ટ્રોનિક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલમાં રિયલ એસ્ટેટ, બેનામી પ્રોપર્ટી ઉપરાંત રોકડની પણ શોધ ચાલી રહી છે.

આવકવેરા અધિકારીઓએ કાનપુર અને દિલ્હીમાં બિઝનેસમેનના બંગલામાં પણ દરોડા પાડ્યા છે. ત્યાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. મોટી કરચોરી અંગે ઈનપુટ મળ્યા બાદ ઈન્કમટેક્સ ટીમ કંપનીના અલગ-અલગ સ્થળોએ પહોંચી હતી. આવકવેરાની સાથે GSTની ચોરી પણ પ્રકાશમાં આવી રહી છે.

નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંસીધર ટોબેકોનો કારોબાર વિદેશમાં ફેલાયો હોવાનું જાણવા મળે છે. કંપનીનો તમાકુનો મોટો બિઝનેસ છે. કંપની મોટા પાન-મસાલા જૂથોને સામાન સપ્લાય કરે છે. જો કે હવે આ કંપની આઈટીના રડાર પર આવી ગઈ છે.

પાંચ રાજ્યોમાં કંપની સાથે જોડાયેલા સ્થળો અને લોકો આવકવેરા વિભાગની કામગીરી ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો આવકવેરા વિભાગની 15 થી 20 ટીમો ગુજરાતના અમદાવાદ, ઉત્તર પ્રદેશના કાનપુર, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં દરોડાની કામગીરી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp