'હું શપથ લઉં છું..', આગ્રામાં અંતે એવું શું થયું કે દરેક વ્યક્તિને અપાવવામાં આવી
દેશમાં ઘણા બધા એવા પર્યટન સ્થળો છે જેણે જોવા માટે લોકો ત્યાં પહોંચતા હોય છે. ત્યાંની સુંદરતા, ત્યાંની વિશેષતા અને ઇતિહાસ વગેરે સાથે સંકળાયેલી માહિતીઓ લેતા હોય છે, પરંતુ કેટલીક વખત યોગ્ય માહિતીના અભાવે લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે, તો જ્યાં યોગ્ય ગાઈડન્સ મળી જાય તો પર્યટકોને ઘણી રાહત મળી જાય છે. તેમાંથી એક છે આગ્રાનો તાજમહલ, જેને જોવા દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે. હાલમાં જ આગ્રામાં પર્યટકોની સુરક્ષાને લઈને પર્યટન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને શપથ લેવાદવવામાં આવ્યા છે.
આગ્રા પોલીસે પર્યટકોની સુરક્ષાને લઈને અભિયાન છેડી દીધું છે. પર્યટકોની સુરક્ષાને લઈને હવે આગ્રા પોલીસે ગાઈડ અને ઇમારતોની આસપાસના દુકાનદારોને પાઠ ભણાવ્યો છે અને દુકાનદારો સાથે ગાઈડોને પર્યટકોની સુરક્ષાને લઈને શપથ અપાવ્યા છે. પોલીસનું કહેવું છે કે આગ્રામાં પર્યટન વ્યવસાય સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ શપથ અપાવવામાં આવશે. પર્યટકોની સુરક્ષાને લઈને આગ્રા પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કોઈ પણ પર્યટક આગ્રામ તાજમહાલ સિવાય અન્ય ઇમારતોની દીદાર કરે છે તો તેમની સુરક્ષા કરવું પોલીસ સાથે સાથે આગ્રા પોલીસની દરેક વ્યક્તિનું કામ છે. તેને લઈને આ શપથ દુકાનાર અને ગાઈડોને અપાવવામાં આવ્યા. આ શપથ તાજ સુરક્ષા ACP અરીબ અહમદના નેતૃત્વમાં લેવડાવવામાં આવ્યા. શપથ અપાવવામાં આવી રહ્યા છે કે હું....... આગ્રા પર્યટન વ્યવસાય સાથે જોડાયેલો હોવાના સંબંધે ઈશ્વરને સાક્ષી માનીને આ શપથ લઉં છું.
હંમેશાં પર્યટકના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરીશ. ક્યારેય પર્યટકની સુરક્ષાને જોખમમાં નહીં નાખું, ન કોઈ બીજાને નાખવા દઇશ. પર્યટકને હંમેશાં યોગ્ય સૂચના ઉપલબ્ધ કરાવીશ અને ખોટી જાણકારી આપનારને પોતાની પૂરી શક્તિથી રોકીશ. પર્યટક સાથે ક્યારેય છેતરપિંડી નહીં કરું અને ન ક્યારેય કોઈ બીજાને કરવા દઇશ. પોતાની સંપૂર્ણ શક્તિથી આગ્રા આવતા પર્યટકોની સરેક સંભવિત મદદ કરીશ. આજે તારીખ ......ના રોજ હું શપથ લઉં છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp