US પાછા ફરીને ઈવાન્કાએ શેર કર્યા ફોટા, ભારત વિશે કહી આ વાત

PC: instagram.com

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને તેમની સીનિયર એડવાઈઝર ઈવાન્કા ટ્રમ્પ પોતાનો ભારત પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પાછી પહોંચી ગઈ છે. ઈવાન્કા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ડેલિગેશનનો મુખ્ય હિસ્સો હતી. આ યાત્રા દરમિયાન ઈવાન્કા સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહી.

 
 
 
View this post on Instagram

Thank you India! 🇺🇸🇮🇳 📷 @al_drago @reuters

A post shared by Ivanka Trump (@ivankatrump) on

38 વર્ષીય ઈવાન્કાના ઈન્સ્ટાગ્રામ પર 60 લાખ ફોલોઅર્સ છે. આ યાત્રા દરમિયાન તેની એક ઝલક જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. પોતાની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઈવાન્કાએ પોતાની એક સુંદર તસવીર દ્વારા ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈવાન્કા અને તેના પતિ જેરેડને ટેગ કરીને લખ્યું હતું, ભારત તમારી અને જેરેડની મહામાનગતિ કરીને ખુશ છે. ભારત પ્રત્યે તમારો પ્રેમ સ્પષ્ટરીતે જાહેર છે. મહિલાઓના સશક્તિકરણ અને તેમને આત્મનિર્ભર બનાવવાના તમારા પ્રયાસો માટે મારી શુભકામનાઓ. આશા છે કે, તમે બંને ફરી જલ્દીથી ભારત આવશો.

તેના જવાબમાં ઈવાન્કાએ લખ્યું, PM મોદી શાનદાર મહેમાનગતિ માટે આભાર, અમે તમારા સુંદર દેશનો પ્રવાસ કર્યો અને અમેરિકા-ભારતની એકતા અને મજબૂત સંબંધોને સેલિબ્રેટ કર્યા. ઈવાન્કાએ ભારતની સુંદરતા અને લોકો વિશે લખ્યું, અમે સમગ્ર પ્રવાસ દરમિયાન માનવ રચનાત્મકતાની ઉપલબ્ધિઓના સ્મારક અને માનવ હૃદયની અપાર ક્ષમતાના તમામ પુરાવા જોયા.

 
 
 
View this post on Instagram

The grandeur and beauty of the Taj Mahal is awe inspiring!

A post shared by Ivanka Trump (@ivankatrump) on

આ સાથે જ ઈવાન્કાએ પોતાના ભારત પ્રવાસના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટા તાજમહલની સામેનો છે, જેમાં તે પોતાના પતિનો હાથ પકડીને તાજમહલની સુંદરતાને નીહાળી રહી છે. ઈવાન્કાએ આ પહેલા પણ તાજમહલની સુંદરતાના વખાણ કરતા તેને ભવ્ય ગણાવ્યો હતો. અહીંના ઘણા ફોટા તેણે પોતાની પોસ્ટમાં શેર કર્યા છે અને લખ્યું છે, તાજમહલની ભવ્યતા અને સુંદરતા અચંબિત કરનારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp