યુવાનોની આતંકી સંગઠનમાં ભરતી કરાવતી હતી મહિલા, J&K પોલીસે કર્યો ખુલાસો

PC: intoday.in

પોલીસે આતંકીઓ સાથેના ઘર્ષણમાં માર્યા ગયેલો એક આતંકીની માતાની ધરપકડ કરી છે. આ મહિલા પર ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે. પોલીસે આ મહિલાનો એક ફોટો પણ જાહેર કર્યો છે તેમાં તે AK-47 રાયફલ સાથે નજરે પડી રહી છે. આ મહિલાનું નામ નસીમા બાનો છે. તેની ધરપકડ 20 જૂને કરવામાં આવી હતી. નસીમા બાનો કુલગામના રામપોરા ગામની રહેવાસી છે. મહિલાનો આતંકી દીકરો 6 જૂન, 2018ના રોજ માર્યો ગયો હતો. મહિલાની ધરપકડ કર્યા બાદ સોશિયલ મીડિયામાં પોલીસ પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો હતો. ત્યારબાદ પોલીસે મહિલાની ધરપકડને લઈને નિવેદન જાહેર કર્યું છે. 

જમ્મુ-કાશ્મીર પોલીસે નસીમા બાનો નામની એક મહિલાની ધરપકડને લઈને પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ‘આ મહિલાની ધરપકડને લઈને અનેક પ્રકારની અફવાહો ફેલાવવામાં આવી રહી છે. જેનાથી આ વિસ્તારમાં કાયદાકીય વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. કારણ કે, આરોપી એક મહિલા છે કે કોઈ માર્યા ગયેલા આતંકીની માં છે. તેનો અર્થ ક્યારેય એવો નથી કે તેની ધરપકડ નહીં કરવામાં આવે. પોલીસનું પહેલું કર્તવ્ય એ અપરાધીઓની ધરપકડ કરવાનું છે, જે સમાજના લોકો માટે જોખમી બની શકે છે. કારણ કે લોકોને સુરક્ષિત અનુભવ કરાવવો જ અમારું કર્તવ્ય છે. જો કોઈને અમારા નિર્ણયથી આપત્તિ હોય તો તેમની પાસે કોર્ટનો રસ્તો ખુલ્લો છે.

પોલીસે ધરપકડ કરાયેલી મહિલાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘નસીમા બાનો, સલામ શેખની પત્ની, રામપોર કામોહની રહેવાસીની 20 જૂન, 2020ના રોજ આપરાધિક બાબતે ધરપકડ કરી છે. તેના પર 13B, 17, 18, 18B, 19, 38 અને ગેરકાયદેસર ગતિવિધિઓના અધિનિયમ (UAPA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેને અનંતનાગના મહિલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. ધરપકડ કરાયેલી મહિલા ગંભીર આપરાધિક બાબતો સાથે જોડાયેલી છે. મહિલાનો એક ફોટો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તે પોતાના હાથોમાં AK-47 રાયફલ સાથે નજરે પડે છે. તેની સાથે તેનો દીકરો પણ નજરે પડે છે. જે એક સક્રિય આતંકી હતો. આ ફોટો મહિલાની ક્રિમિનલ એક્ટિવિટી બતાવવાની એક શરૂઆત જ છે. તે અન્ય ગંભીર બાબતોમાં પણ સામેલ હતી.

તેણે બે યુવાનોને આતંકીઓના સંગઠનમાં સામેલ કરાવ્યા હતા. આ સિવાય તે આતંકીઓને હથિયાર, દારૂગોળો, કમ્યુનિકેશન ઉપકરણ સહિત અન્ય જરૂરી સામનો પૂરા પાડતી હતી. પોલીસે કહ્યું કે, સોશિયલ સાઇટ્સ પર બધી બાબતોની માહિતી લેવામાં આવી છે. જો કોઈ બાબત શાંતિ વ્યવસ્થા ખરાબ કરનારી મળી જશે તો તેની વિરુદ્વ પણ કેસ દાખલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp