સોના, હીરા, ઘરેણા.. જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં કોણે કોને કર્યું દાન?

PC: shreejagannatha.in

જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ખોલી દીધો છે. લાંબા સમય બાદ ખજાનાને ખોલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તહખાનામાં હીરા ઘરેણાં અને સોનાથી ભરેલા 12 બોક્સ સાથે એક કબાટ મળ્યો છે. તમે અંદાજો લગાવી શકો છો કે આખરે જગન્નાથ મંદિરના આ રત્ન ભંડારમાં કેટલું સોનું કે ખજાનો છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે જગન્નાથ મંદિરમાં એટલું સોનું ક્યાંથી આવ્યું અને કોણે મંદિરને એટલું સોનું દાન આપ્યું હતું?

રત્ન ભંડારમાં શું શું નીકળ્યું?

અત્યારે જગન્નાથ મંદિરમાં રત્ન ભંડારથી શું શું મળ્યું છે તેની સત્તાવાર જાણકારી સામે આવી નથી. અત્યાર સુધી ઘણા સમાનોની ઇવેન્ટરી થઈ નથી. આ ભંડારનું સમારકામ પછી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે હીરા ઘરેણાં અને સોનાથી ભરેલા 12 બોક્સ છે. જ્યારે પહેલા 1805માં ચાર્લ્સ ગ્રોમ તરફથી ખજાનાનું ડોક્યૂમેન્ટેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 64 સોના-ચાંદીના ઘરેણાં હતા. સાથે જ 128 સોનાના સિક્કા, 1297 ચાંદીના સિક્કા, 106 તાંબાના સિક્કા અને 1333 પ્રકારના કપડાં હતા.

કોણે બનાવડાવ્યું હતું જગન્નાથ મંદિર?

પુરીમાં જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. ગંગ વંશના રાજા અનંત બર્મન દેવે 1078 થી 1148 વચ્ચ તેની નિર્માણ શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ સન 1197માં ઉડિયા શાસક અંત ભીમ દેવે મંદિરને વર્તમાન રૂપ આપ્યું. ત્યારબાદ ઘણી વખત મંદિરમાં બદલાવ થયા અને જીર્ણોદ્વારનું કામ ચાલતું રહ્યું. આ મંદિરની વાસ્તુકલા કલિંગ અને દ્રવિડ શૈલીઓનું મિશ્રણ છે અને તેનું નિર્માણ ઓરિસ્સાની સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના ઇતિહાસમાં એક મિલનો પથ્થર માનવામાં આવે છે.

કોણે દાન આપ્યા હતા આ ઘરેણાં?

આમ તો મંદિરોમાં રાજા-મહારાજાઓની આસ્થા રહી, જેના કારણે ઘણા રાજાઓએ મંદિરોમાં દાન આપ્યું હતું. કહેવામાં આવે છે કે મંદિર બન્યા બાદ અનંગભીમ દેવે ભગવાન માટે ઘણા લાખ માઘા સોનું દાન કર્યું હતું. જો માઘાની વાત કરીએ તો એક તોલા સોનામાં 2 માઘા હોય છે એટલે કે એક માઘા 5 ગ્રામ હોય છે. એ હિસાબે તેમણે લગભગ 5 કિલો સોનું મંદિરમાં દાન કર્યું હતું. એ સિવાય સૂર્યવંશી શાસકોએ પણ ભગવાન જગન્નાથને બહુમૂલ્ય રત્ન અને સોનું અર્પિત કર્યું હતું.

રિપોર્ટ્સ મુજબ, 12મી સદીમાં મંદિર બન્યા બાદ 15મી સદીમાં સૂર્યવંશી મહારાજા કપિલેન્દ્ર દેવે મંદિરને ખૂબ દાન આપ્યું હતું. આ દરમિયાન કપિલેન્દ્ર દેવે મંદિરમાં સોનું, ચાંદી, ઘણા કિંમતી હીરા વગેરે દાન કર્યા હતા. એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે કપિલેન્દ્ર દેવે અહી દાન આપ્યું હતું, એ સમયે તેઓ ઘણા હાથીઓ પર સામાન લાવ્યા હતા, જેને તેમણે મંદિરને દાન આપ્યો હતો. એ સિવાય મહારાજા રણજીત સિંહ પણ ભારે માત્રામાં શ્રી જગન્નાથ મંદિરને સોનું દાન કર્યું હતું. એ સિવાય પણ ઘણા રાજાઓએ અહી દાન કર્યું અને ત્યારબાદ અહી સૂના બેશા’ની પરંપરા શરૂ થઈ, જેમાં ભગવાનને સોનાથી શૃંગાર કરવામાં આવે છે. બુધવારે જ જગન્નાથ મંદિરમાં સૂના બેશા હતી.

ઘણી વખત લૂંટવામાં પણ આવ્યું:

ઓરિસ્સાના ઇતિહાસકાર અનિલ ધીરનું કહેવું છે કે, મંદિરના ખજાનાને પહેલા અફઘાનો અને મુઘલોએ પણ લૂંટ્યું હતું. વર્ષ 1803માં આ મંદિર અંગ્રેજોના કબજામાં હતું અને એ અગાઉ તે મરાઠાઓ પાસે હતું, પરંતુ ખાસ વાત એ છે કે અંગ્રેજોએ ખજાના સાથે કોઈ છેડછાડ ન કરી અને તેમણે તેને રેકોર્ડમાં રાખ્યું અને આજે પણ એટલો જ ખજાનો છે. તો ઘણા હાથીઓ સાથે દાન આપવાની ઘણી કહનીઓ છે જે નોંધાઈ નથી અને માત્ર મૌખિક કહાનીઓ જ છે.

તેમણે જણાવ્યું કે, પહેલા આક્રમણકારીઓએ તેમાંથી સોનું લૂંટી લીધું હતું. એક વખત તો ઘણા વર્ષ સુધી ભગવાનને છુપાવી લેવામાં આવ્યા હતા. મંદિરના રત્ન ભંડારમાં 2 ચેમ્બર છે. બાહ્ય ચેમ્બરમાં ભગવાનના કપડાં રાખ્યા હતા. આંતરિક ભંડારમાં પ્રવેશ કરવા માટે બાહ્ય ભંડારમાંથી થઈને પસાર થવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp