‘હું જયા અમિતાભ બચ્ચન..’, આખું સદન ખડખડાટ હસી ઉઠ્યું, ધનખડ પણ ખૂબ હસ્યા

PC: asianetnews.com

રાજ્યસભામાં શુક્રવારે થોડા હલકી ફૂલકી પળ જોવા મળી, જ્યારે જયા બચ્ચનની વાત પર આખું સદન ખડખડાટ હસવા લાગ્યું. વાસ્તવમાં જે વાતને લઇને પહેલા પોતે જયા બચ્ચને આપત્તિ દર્શાવી હતી, હવે એ વાતનો ઉલ્લેખ કરીને તેઓ પોતે તો હસ્યાં જ, આખું સદન પણ ખડખડાટ હસવા લાગ્યું. થોડા દિવસ અગાઉ જ્યારે ચેર પર બેઠા ઉપસભાપતિએ જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન બોલીને સંબોધિત કર્યા હતા તો તેઓ નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, માત્ર જયા બચ્ચનથી પણ કામ ચાલી શકતું હતું.

આખરે કેમ હસી પડ્યું સદન?

જયા અમિતાભ બચ્ચન બોલવા પર જયા બચ્ચન જ નારાજ થઇ ગયા હતા, પરંતુ શુક્રવારે પોતે જ જાય બચ્ચને પોતાનું આખું નામ લીધું. હવે સદનના બધા સાંસદ એ ઘટનાથી પરિચિત હતા, એવામાં કોઇ પણ પોતાની જાતને હસતા ન રોકી શક્યું અને આખું સદન ખડખડાટ હસવા લાગ્યું. મોટી વાત એ રહી કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જયા બચ્ચનની વાત સાંભળીને જોર જોરથી હસવા લાગ્યા. ત્યારબાદ જયા બચ્ચને જ પૂછી લીધું કે સર તમને આજે લંચ બ્રેક નથી મળ્યો? ધનખડ જવાબ આપે છે નથી મળ્યો.

જયા બચ્ચન બોલે છે કે ત્યારે જ તમે વારંવાર જયરામજીનું નામ લઇ રહ્યા છો. તેમનું નામ લીધા વિના તમારું ખાવાનું જ પચતું નથી. ત્યારબાદ જયરામ રમેશ તરફ ઇશારો કરતા ધનખડે કહ્યું કે, લંચબ્રેકમાં લંચ નથી કર્યું, પરંતુ ત્યારબાદ જયરામ સાથે લંચ કર્યું. એ સાંભળીને પણ સદનમાં બધા હસવા લાગ્યા. હવે સમજવા જેવી વાત એ છે કે વાત ભલે રાજ્યસભાની હોય કે પછી લોકસભાની. સરકાર આવે વિપક્ષમાં એવી બાબતો રહે છે કે મહોલ મોટા ભાગે તણાવમાં જ જોવા મળે છે, પરંતુ આ દરમિયાન જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, તેના વીડિયો ન માત્ર વાયરલ થાય છે, પરંતુ ખૂબ પસંદ કરવામાં આવે છે.

શું હતો મામલો?

આમ જયા બચ્ચનનું થોડા દિવસ અગાઉ જ ગુસ્સાવાળું સ્વરૂપ જોવા મળ્યું હતું. સંદનમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે બોલવા માટે જયા બચ્ચનનું નામ બોલ્યું તો તેમણે કહ્યું ‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન જી’. તેના પર આપત્તિ દર્શાવતા જયા બચ્ચને કહ્યું ‘સર માત્ર જયા બચ્ચન બોલતા તો પૂરતું હોત. હરિવંશ નારાયણે બતાવ્યું કે, રેકોર્ડમાં તેમનું આખું નામ લખેલું હતું એટલે આખું નામ બોલ્યો. જયા બચ્ચને કહ્યું કે આ એક નવી રીતે શોધી છે કે મહિલાઓ પોતાના પતિના નામથી ઓળખાશે. તેનું કોઇ અસ્તિત્વ નથી. તેની કોઇ ઉપલબ્ધિ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp