જય શ્રીરામ અને તાળીઓનો ગડગડાટ,રાષ્ટ્રપતિએ સંસદમાં ભાષણ કેમ અટકાવવું પડ્યું
સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ સભ્યોને સંબોધિત કર્યા હતા. બજેટ સત્રની શરૂઆતમાં પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, '...આ ઈમારત અમૃતકાળની શરૂઆતમાં બનાવવામાં આવી છે, અહીં એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુગંધ પણ છે... મને પૂરો વિશ્વાસ છે કે, આ નવી ઇમારતમાં નીતિઓને પરિપૂર્ણ કરતી વાતચીત થશે. એવી નીતિઓ જે સ્વતંત્રતાના અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરશે.' આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાષણમાં રામ મંદિરનો ઉલ્લેખ થતાં જ, સંસદની અંદર શાસક પક્ષ તરફથી જોર જોરથી તાળીઓ વાગવા લાગી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, રામ મંદિરના નિર્માણની સદીઓથી રાહ જોવાતી હતી. અને આજે આ વાત સાચી પડી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ વાત કહી રહ્યા હતા, ત્યારે સંસદમાં સત્તાધારી પક્ષના સાંસદો ઉત્સાહથી ગદગદ થયેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે અન્ય મંત્રીઓએ પણ સંસદ ગૃહના ટેબલને થપથપાવીને સંબોધનના ભાગ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઘણા સભ્યોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આપણે બધા બાળપણથી જ ગરીબી નાબૂદ કરવાના નારા સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે મોટા પાયે ગરીબી નાબૂદ થતી જોઈ રહ્યા છીએ. નીતિ આયોગ અનુસાર, મારી સરકારના એક દાયકાના કાર્યકાળ દરમિયાન લગભગ 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે.
राष्ट्रपति द्रौपदी मुर्मू के अभिभाषण में राम मंदिर का जिक्र होते ही पूरा संसद भवन तालियों से गूंज उठा#BudgetSession2024 pic.twitter.com/OBYSSlDB5O
— NBT Hindi News (@NavbharatTimes) January 31, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને આશંકા હતી, પરંતુ આજે તે ઈતિહાસ થઇ ચુકી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આ જ સંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આ જ સંસદે પડોશી દેશોમાંથી આવતા દલિત લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો બનાવ્યો છે. મારી સરકારે વન રેન્ક, વન પેન્શન પણ લાગુ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp