જૈન મૂનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ થયા બ્રહ્મલીન,PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
જૈન ધર્મમાં સન્માનીય આચાર્ય તરીકે જેમની ગણના થતી હતી તેવા દિંગબર મુનિ આચાર્ય વિદ્યાસાગર બ્રહ્મલીન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યકત કર્યું છે, ઉપરાંત અનેક નેતાઓએ પણ શોક સંદેશા આપ્યા છે.કર્ણાટકના બેલગાંવના ચિક્કોડીમાં 1946માં જન્મેલા આચાર્ય વિદ્યાસાગર મહારાજે છત્તીસગઢમાં દેહ છોડ્યો હતો. રવિવારે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જૈન ધર્મમાં દિગંબર મુનિ પરંપરાના આચાર્ય વિદ્યાસાગર મહારાજે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી તીર્થ ખાતે શનિવારે,17 ફેબ્રુઆરીરાત્રે 2:35 કલાકે બ્રહ્મલીન થયા હતા.આ પહેલા તેમણે આચાર્ય પદેથી રાજીનામું આપી ત્રણ દિવસ સુધી ઉપવાસ અને મૌન પાળ્યું હતું. ત્રણ દિવસના ઉપવાસ બાદ તેમનું નિધન થયું.
દિગંબર સમાજના જૈનાચાર્ય વિદ્યાસાગર મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સામે આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું,
आचार्य श्री 108 विद्यासागर जी महाराज जी का ब्रह्मलीन होना देश के लिए एक अपूरणीय क्षति है। लोगों में आध्यात्मिक जागृति के लिए उनके बहुमूल्य प्रयास सदैव स्मरण किए जाएंगे। वे जीवनपर्यंत गरीबी उन्मूलन के साथ-साथ समाज में स्वास्थ्य और शिक्षा को बढ़ावा देने में जुटे रहे। यह मेरा… pic.twitter.com/mvJJPbiiwM
— Narendra Modi (@narendramodi) February 18, 2024
આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજનું નિધન દેશ માટે એક અપુરતી ખોટ છે. લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટેના તેમના અમૂલ્ય પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ જીવનભર ગરીબી નિવારણ સાથે જોડાયેલા હતા. સમાજમાં આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ વ્યસ્ત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેને વ્યક્તિગત નુકસાન ગણાવ્યું છે. આચાર્યએ માનવતાના સાચા ઉપાસક ગણાવતા તેમણે તેમના તમામ અનુયાયીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
છત્તીસગઢમાં અડધા દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવશે અને કોઈ સરકારી કાર્યક્રમો યોજાશે નહીં. એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ સરકારે અડધા દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તમામ સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
આચાર્ય વિદ્યાસાગર મહારાજના નિધનને પગલે આજે દેશભરના જૈન સમાજના લોકો પોતાની દુકાનો બંધ રાખશે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે દેશભરમાંથી તેમના શિષ્યો ચંદ્રગિરી પહોંચી રહ્યા છે.
આચાર્ય વિદ્યાસાગરે 6 ફેબ્રુઆરીએ યોગ સાગરજી સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આચાર્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે મુનિ સમય સાગર મહારાજને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા અને તેમને આચાર્ય પદ આપવાની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp