26th January selfie contest

ભારત પાસે વૈશ્વિક વિકાસ દરની સરખામણીએ 5% વધુ વૃદ્ધિ કરવાની ક્ષમતા: જેટલી

PC: indianexpress.com

ફાઇનાન્સ મીનીસ્ટર અરૂણ જેટલીએ જણાવ્યુ હતું કે, ભારત સળંગ બે દશક સુધી ઝડપી વૃધ્ધિદર હાંસલ કરી શકે છે. ભારત પાસે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વાર્ષિક વૃધ્ધિ દરથી પાંચ ટકા વધુ બનાવી રાખવાની ક્ષમતા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, ભારત સળંગ બે દશક સુધી સાત આઠ ટકા સુધીનો વિકાસદર ચાલુ રાખી શકે છે. તેમના જણાવ્યા અનુસાર વિકસીત દેશોમાં
વૃધ્ધિના રસ્તા ઘટી રહ્યા છે. પરંતુ આપણા દેશમાં હાલમાં પણ ઘણા ક્ષેત્ર તેવા છે. જ્યાં વિકાસની આશા છે.

જેટલીએ ઉદાહરણ આપતા જણાવ્યુ કે, કાનપૂરના પશ્ચિમમાં ગ્રોથ છે. જ્યારે કે પૂર્વમાં હજી ઘણી આશા છે. પૂર્વમાં સ્થિત પ્રદેશમાં મસલન, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ કૃષિપ્રધાન દેશ છે. અને ખનીજ સંશાધનો પણ સમાવેશ કરાવમાં આવે છે. તેવામાં અહિં વિકાસની પૂર્ણ સંભાવના જોવા મળે છે. જેટલીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના સત્તામાં આવવાથી પહેલા ભારત માટે પોલીસી પેરાલીસીસ અને ફ્રેજાઇલ ફાઇવ જેવા વિશેષણોનો વપરાશ કરવામાં આવતો હતો.

પરંતુ ચાર વર્ષમાં જ ભારતીય અર્થવ્યવસ્થા 10માં નંબર પરથી છઠ્ઠા નંબર પર આવી ગઇ છે. ભારત આ વર્ષે ફ્રાંસ કરતા પણ આગળ છે. અને આવતા વર્ષે ઇંગ્લેન્ડ કરતા પણ આગળ વધી જશે આવનાર કેટલાક વર્ષોમાં ભારત અમેરીકા અને ચીન બાદ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. અર્થવ્યવસ્થાને સંગઠિત બનાવવાની જરૂરત પર ભાર આપતા જેટલીએ જણાવ્યુ કે, કેન્દ્રની સરકાર જ્યારે સત્તામાં આવી તે સમયે દેશમાં ફક્ત 3.8 કરોડ ઇન્કમટેક્ષ રિટર્ન દાખલ કરવાના રહે છે.

આવતા વર્ષે આ આંકડો વધીને 6.8 કરોડ રહેવા પામ્યો છે. કેન્દ્ર સરકાર આવનાર વર્ષે જ્યારે પાંચ વર્ષ પૂર્ણ કરશે તો ત્યાં સુધી આયકર રિટર્નની સંખ્યા બે ગણી રહેવા પામશે. તેમના જણાવ્યા અનુસાર જીએસટીની અડધી રકમ આવતા જ રાજ્યોની પાસે જાય છે. તે બાદ જે અડધી રાશી કેન્દ્ર પાસે આવે છે. તેમાં રાજ્યોને કેન્દ્રના કરમાં ભાગીદારીની રીતે 42 ટકા રાશિ જતી રહે છે. તે બાદ કેન્દ્ર પાસે જે ધનરાશી બચે છે. તેમાંથી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓના રૂપે પણ રાજ્યોની પાસે ઘનરાશી જાય છે. આ રીતે કેન્દ્રની પાસે જે રાશી બચે છે. તેમાંથી પણ નેશનલ હાઇવે અને ગામના રસ્તા બનાવવા જેવા કાર્યો પણ કરવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp