‘માં ઘરે આવી રહ્યો છું’...વાયદો પૂરો ન કરી શક્યા કેપ્ટન શુભમ, કાશ્મીરમાં શહીદી

PC: indiatoday.com

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આંતકવાદીઓની સાથે થયેલા ટકરાવમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા છે. તેમના શહીદ થવાની ખબર બુધવારે સાંજે 7 વાગ્યે પરિવારને મળી. પરિવાર શોકમાં છે. પરિવારના સભ્યોની દિવાળી પર કેપ્ટન શુભમ સાથે વીડિયો કોલ પર વાત થઇ હતી. ત્યારે તેમણે આવતા અઠવાડિયે ઘરે આવવાની વાત કહી હતી. 6 મહિના પહેલા જ તેઓ આગરા આવ્યા હતા. પરિવાર સાથે તેમણે પોતાના 26માં જન્મદિવસની ઉજવણી પણ કરી હતી.

રાજૌરીમાં ચાલી રહેલા આ ટકરાવ દરમિયાન કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા. જ્યારે તેઓ એકબાજુ આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા. તો બીજી બાજુ તેમનો પરિવાર દીકરાના લગ્નની વાતો કરી રહ્યા હતા. એટલામાં કેપ્ટનના શહીદ થવાની ખબર આવી અને ઘરે માતમ છવાઈ ગયું.

તાજનગરીમાં શોક

તાજનગરી આગરામાં શોકની લહેર છે. આગરાના ફેસ 1 પ્રતીક એન્ક્લેવમાં રહેનારા બસંત ગુપ્તા ડીજીસી ક્રાઈમના શાસકીય અધિવક્તા છે. તેમના દીકરા શુભમ ગુપ્તા 9 પેરા સ્પેશ્યિલ ફોર્સમાં કેપ્ટન હતા. કેપ્ટન શુભમનું સિલેક્શન વર્ષ 2015માં થયું હતુ. હાઈસ્કૂલની પરીક્ષા પાસ કર્યા પછી શુભમ સેનામાં ભરતી થવાની તૈયારીમાં લાગી ગયા હતા.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, બુધવારે સાંજે 4 વાગ્યે તેમને ફોન આવ્યો કે રાજૌરી એન્કાઉન્ટરમાં શુભમ ઈજાગ્રસ્ત થયા છે. તેની જાણકારી મળતા જ શુભમના ભાઈ ઋષભ ગાડી લઇ જમ્મુ જવા નીકળી ગયા હતા. રસ્તામાં કેપ્ટન શુભમના શહીદ થવાની સૂચના મળી. કેપ્ટન શુભમના પિતા બસંત ગુપ્તા દીકરાના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા.

કેપ્ટન શુભમે આવતા અઠવાડિયે ઘરે આવવાની વાત કહી હતી. ઘરના સભ્યો તેમની રાહ જોઇ રહ્યા હતા. પિતા બસંત ગુપ્તા દીકરા શુભમની લગ્નની તૈયારીઓમાં લાગ્યા હતા. શુભમના આવવા પર તેમની સગાઈનો કાર્યક્રમ થવાનો હતો, પણ કેપ્ટન શુભમના બલિદાનની ખબર આવી ગઇ.

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેના અને આતંકવાદીઓની વચ્ચે ચાલી રહેલો ટકરાવ 23 નવેમ્બરના રોજ પણ ચાલી રહ્યો છે. સેનાએ એક આતંદવાદીને ઠાર કર્યો છે. ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં થઇ રહેલી આ ટકરાવમાં અત્યાર સુધીમાં સેનાના 4 જવાનો શહીદ થયા છે. જેમાં 2 અધિકારી અને 2 જવાન સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp