‘મરાઠા અનામત લાગૂ ન કર્યું તો..’, મનોજ જરાંગેએ હવે કરી દીધી મોટી જાહેરાત
મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ શનિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો 13 જુલાઈની અડધી રાત સુધી સરકાર મરાઠાઓને અનામત આપવામાં નિષ્ફળ રહી તો તેઓ 20 જુલાઈથી અનિશ્ચિતકાલીન અનશન શરૂ કરી દેશે. મનોજ જરાંગેએ આગામી આંદોલન માટે મરાઠાઓને મુંબઇમાં એકત્ર થવાનો આગ્રહ કર્યો. છત્રપતિ સંભાજી નગરમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, જો તેમની માગ પૂરી ન કરવામાં આવી તો મરાઠા અનામત માટે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં 20 જુલાઈએ વિરોધ પ્રદર્શન ફરી શરૂ થશે.
મરાઠા અનામત લાગૂ કરવા માટે સરકારની એક મહિનાની સમયસીમા શનિવારે ખતમ થઈ ગઇ છે. તેના પર મનોજ જરાંગેએ કહ્યું કે, હું સરકરને કહું છું કે મરાઠા સમાજની 9 માગ પૂરી થવી થવી જોઈએ. અત્યારે મરાઠા અનામત આંદોલનના પ્રથમ ચરણનો અંત થયો છે. અન્ય ચરણ અને ચરણ પાઇપલાઇનમાં છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, જો સરકાર 13 જુલાઈની રાત સુધી અનામત આપવામાં નિષ્ફળ રહે છે તો 20 જુલાઈએ આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે. તેઓ મુંબઇમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર વિધાનમંડળે મરાઠા અનામત આંદોલન વચ્ચે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામત આપવાનું બિલ પાસ કર્યું હતું. મનોજ જરાંગેયે કહ્યું કે, 20 જુલાઈની સમય સીમા સરાકર માટે અંતિમ અવસર છે. જરાંગેએ મુંબઈ આવવા માટે અનિચ્છા વ્યક્ત કરી, સાથે જ કહ્યું કે, તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અમે મુંબઈ આવવા માગતા નથી અને તેમના 288 ઉમેદવારોને હરાવવા પણ માગતા નથી. સરકાર માટે આ છેલ્લો અવસર છે. હું ઈચ્છું છું કે રાજ્યની સત્તા ગરીબ મરાઠા સમુદાયના હાથોમાં રહે. જરાંગેએ જાહેરાત કરી કે તેઓ આગામી શનિવારે બીજા પગલાંનો ખુલાસો કરશે.
જરાંગેએ ચેતવણી આપી કે, જો મરાઠાવાડાના મરાઠા બહાર આવે છે તો મુંબઈના રહેવાસીઓએ શહેર છોડવું પડી શકે છે. તેમણે રાજ્ય સરકાર પર અનામતના મુદ્દા સાથે જોડાયેલા લોકો સાથે બેઠકો કરીને મરાઠા સમુદાય સાથે છળ કરવાનો આરોપ લગાવ્યો. જો અનામત ન આપવામાં આવ્યું અને મરાઠા સમુદાયના લોકો મુંબઈ જતા રહ્યા તો તેમને સમાયોજિત કરવા માટે 300 કિમીનું ક્ષેત્ર લાગશે. જે દિવસે હું અનિશ્ચિતકાલીન અનશન શરૂ કરીશ, એ દિવસે હું જાહેરાત કરીશ કે ચૂંટણી લડવી છે કે 288 ઉમેદવરોને હરાવવા છે તેમની સાથે જ મુંબઈ જવાની તારીખ પણ બતાવીશ.
જરાંગેએ દાવો કર્યો કે, 11 MLCએ શુક્રવારે મરાઠા ધારાસભ્યોના સમર્થનથી વિધાન પરિષદની ચૂંટણી જીતી. જો નવા ચૂંટાયેલા MLC દ્વારા મરાઠાઓને પરેશાન કરવામાં આવે છે તો અમે તેને સહન નહીં કરીએ. મરાઠા વૉટથી લભાન્વિત થયેલા OBC નેતાઓને મરાઠા સમુદાયને નારાજ ન કરવાની ચેતવણી આપી. તેમણે સંકેત આપ્યા કે અનામતની લડાઈમાં હવે મુસ્લિમ, રાજપૂત સામેલ છે. ધનગર સમુદાયે પણ OBC નેતા અને રાજ્ય મંત્રી છગન ભુજબલ પર પ્રહાર કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp