આર્ટિકલ 35A હટાવવા પર જવાહરલાલ નેહરુને હતો આ ડર

PC: awaam.net

કાશ્મીર સાથે જોડાયેલા સંવિધાનના અનુચ્છેદ 370ના બે ખંડોને દૂર કરવા સાથે જ તે બહુચર્ચિત અનુચ્છેદ 35 Aને પણ રાષ્ટ્રપતિના આદેશથી હટાવવામાં આવ્યો છે, જે અંતર્ગત દેશના બાકી રાજ્યોના લોકોને ત્યાં જમીન ખરીદવાનો અધિકાર નહોતો. આ અનુચ્છેદને ભેદભાવપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેને હટાવવાને લઈને આશંકા વ્યક્ત કરી હતી. નેહરુનું માનવું હતું કે, આવું થશે તો કાશ્મીર પર દેશના અન્ય ભાગોના અમીરોનો કબ્જો થઈ જશે.

હકીકતમાં આ નિયમ કાશ્મીરમાં ડોગરા શાસકોના જમાનાથી હતો. આ ઉપરાંત તથ્ય એ પણ છે કે, બાકી રાજ્યોના નાગરિકોને જમીન ખરીદતા રોકવાનો નિયમ હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અંડમાન-નિકોબારમાં પણ લાગૂ છે. આ રીતે ઉત્તરાખંડમાં પણ બહારના લોકો દ્વારા જમીન ખરીદવા પર પ્રતિબંધ છે.

આમ તો કાશ્મીરના આ નિયમનો વિરોધ પણ આઝાદી બાદ શરૂઆતથી જ થવા માંડ્યો હતો. અશોક પાંડેયની બુક કશ્મીરનામા અનુસાર, નેહરુએ લોકસભામાં કહ્યું હતું, આ કોઈ નવી બાબત નથી, પરંતુ એક જુનો નિયમ છે, જે ચાલ્યો આવે છે અને મને લાગે છે કે, તે ખૂબ જ સારી બાબત છે અને તે ચાલુ રાખવી જોઈએ, કારણ કે કાશ્મીર એક ખૂબ જ સોહામણી જગ્યા છે અને જો આ નિયમ રદ્દ કરવામાં આવ્યો તો અહીંના સ્થાનિકો માટે તે દુર્ભાગ્યપૂર્ણ હશે કે ધનવાનો અહીંની બધી જ જમીનો ખરીદી લેશે. આ વાસ્તવિક કારણ છે અને આ કારણ અંગ્રેજોના જમાનાથી, સો કરતા પણ વધુ વર્ષોથી લાગૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp