કોચિંગ અકસ્માત પર બોલતા ભાવુક થયા જયા બચ્ચન, બોલ્યા- ‘બધા બાળકોને શ્રદ્ધાંજલિ..
સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને સોમવારે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન રાજેન્દ્ર નગર કોચિંગ અકસ્માત પર કહ્યું કે, અહી બેઠા બધા લોકોએ શ્રદ્ધાંજલિ આપી, પરંતુ કોઇએ પણ તેમના પરિવારો બાબતે કંઇ ન કહ્યું, તેમાં કેટલાક ખેડૂત હતા. જયા બચ્ચને પોતાના ભાષણની શરૂઆતમાં નિર્ભયા કાંડનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા અને તેમની આંખો ભીની થઇ ગઇ.
તેમણે કહ્યું, ઘણા વર્ષ બાદ હું આ પ્રકારની ચર્ચા જોઇ રહી છું. જ્યારે નિર્ભયા કાંડ થયો હતો, એ વ્યથા હું નહીં ભૂલી શકું. વ્યથાથી વધારે, તે અપમાન જેનો સામનો એક મહિલાને એ સમયે કરવો પડ્યો હતો. આજે હું અહી એક મા, એક દાદીના રૂપમાં ખૂબ દર્દ સાથે ઊભી છું. આજે બધા લોકોએ માત્ર બાળકોને શ્રદ્ધાંજલિ આપી, કોઇએ તેમના પરિવાર બાબતે કંઇ ન કહ્યું. તેમાં કેટલાક ખેડૂત હતા, જે થયું તે ખૂબ દર્દનાક હતું.
राज्यसभा में सपा सांसद श्रीमती जया बच्चन जी का संबोधन। pic.twitter.com/RhdztKZ1Ip
— Samajwadi Party (@samajwadiparty) July 29, 2024
આપણે તેમાં રાજનીતિ ન લાવવી જોઇએ:
જયા બચ્ચને કહ્યું કે, આપણે તેમાં રાજનીતિ ન લાવવી જોઇએ. આપણે ત્રણ યુવાઓને ગુમાવ્યા છે અને એવા ઘણા યુવા ગયા છે. હું ત્યારથી બેસીને અહી જોઇ રહી છું. હું કલાકાર છું, બોડી લેંગ્વેજ સમજુ છું. બધા લોકો પોત પોતાના પિટ્ઠુ ફિટ કરી રહ્યા છે. એ ખોટું છે. આપણે રાજ્યસભાના સભ્ય છીએ, આપણને લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આપણે કરુણા અને બુદ્ધિમતા સાથે વાત કરવી જોઇએ.
એ કોઇ સરકારની નહીં આપણી ભૂલ છે:
જયા બચ્ચને કહ્યું કે, CPWD છે, MCD છે, NDMC છે. તેનો શું મતલબ છે. જ્યારે હું અહી શપથ લેવા આવી તો મારા ઘરમાં ઘૂંટણ સુધી પાણી હતું. મારા ઘરમાં બધુ બરબાદ થઇ ચૂક્યું હતું. આ એજન્સીઓની સાંસદોના ઘરોની દેખરેખ કરવાની વ્યવસ્થા ખૂબ ખરાબ છે અને અહીથી સમસ્યાની શરૂઆત થાય છે. આ કોઇ સરકારની ભૂલ નથી, એ આપણાં બધાની ભૂલ છે. ન આપણે ફરિયાદ કરીએ છીએ, તેની ઉપર કાર્યવાહી થતી નથી. તેમના ઇન્ચાર્જ કોણ છે, તેમની શું જવાબદારી છે, આપણે એ બધુ વિચારતા નહોતા. આપણે આજે દરેક વસ્તુમાં રાજનીતિક વાતો કરી રહ્યા છીએ. તેનાથી ખૂબ દુઃખ થાય છે, એ ખૂબ દુઃખદ છે. પોતાના ભાષણના અંતમાં તેમણે હરિવંશરાય બચ્ચનની એક કવિતાની કેટલીક પંક્તિઓ વાંચી.
નામમાં અમિતાભ જોડાવા પર આપત્તિ દર્શાવી:
સંદનમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે બોલવા માટે જયા બચ્ચનનું નામ બોલ્યું તો તેમણે કહ્યું ‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન જી’. તેના પર આપત્તિ દર્શાવતા જયા બચ્ચને કહ્યું ‘સર માત્ર જયા બચ્ચન બોલતા તો પૂરતું હોત. હરિવંશ નારાયણે બતાવ્યું કે, રેકોર્ડમાં તેમનું આખું નામ લખેલું હતું એટલે આખું નામ બોલ્યો. જયા બચ્ચને કહ્યું કે આ એક નવી રીતે શોધી છે કે મહિલાઓ પોતાના પતિના નામથી ઓળખાશે. તેનું કોઇ અસ્તિત્વ નથી. તેની કોઇ ઉપલબ્ધિ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp