ટ્રેનમાં 20 લાખ રૂપિયાના ઘરેણાં ભરેલી બેગ કોચ અટેન્ડેન્ટને મળી , પછી જે થયું તે

PC: jagran.com

આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ગાજીપુરથી આવેલી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં એક યાત્રી ઘરેણાઓથી ભરેલી બેગ ભૂલી ગયો હતો. કોચ અટેન્ડેન્ટે તેને (બેગ) રેલવે સુરક્ષા બળ (RPF)ને સોંપી દીધી. તપાસ કરતા RPFને ખબર પડી કે બેગ ગુરુગ્રામ સેક્ટર-10ના રહેવાસી રોહિત કુમારની છે. જે પત્ની અને બાળકો સાથે સાળાના લગ્નમાં સામેલ થયા બાદ ગાજીપુરથી પરત ફરી રહ્યો હતો. તે કેનેડામાં નોકરી કરે છે. આ બેગ તેના ભાઈ પરમેશ્વરને સોંપી દેવામાં આવી છે.

RPF તરફથી કહેવામાં આવ્યું છે કે ઘરેણાંની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે. ઈમાનદારી બતાવનારા કોચ અટેન્ડેન્ટ જયપ્રકાશને સન્માનિત કરાવવા માટે ભલામણ કરવામાં આવશે. આનંદ વિહાર RPF તરફથી કહેવામાં આવ્યું છે કે યાત્રી રોહિત કુમાર પોતાની પત્ની અર્ચના સિંહ અને બાળક સાથે ગાજીપુર સિટી આનંદ વિહાર સુહેલદેવ એક્સપ્રેસના AC HA-1ના B કેબિનમાં સવાર હતા.

રવિવારે સવારે 07:55 વાગ્યે આનંદ વિહાર રેલવે સ્ટેશન આવવા પર તે પત્ની અને બાળક સાથે ઉતરીને જતો રહ્યો, પરંતુ તેમની એક બેગ છૂટી ગઈ. કોચ અટેન્ડેન્ટ જયપ્રકાશે જોયું કે બેગ રહી ગયો છે. તેમાં કિંમતી સામાન જોઈને તેમણે તેને RPFના હવાલે કરી દીધો. આરક્ષણ લિસ્ટથી યાત્રીના નામની જાણકારી આપવામાં આવી કેમ કે રોહિતે ગાજીપુર સિટી રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ બૂક કરવામાં આવી હતી એટલે તેનો મોબાઈલ નંબર ઓનલાઇન સિસ્ટમમાં ઉપલબ્ધ નહોતો.

પછી RPFએ ગાજીપુર સિટી રેલવે સ્ટેશન પાસેથી તેનો નંબર મેળવ્યો. સોમવારે સવારે તેને ફોન કરીને બેગ મળવાની જાણકારી આપવામાં આવી. ત્યારે ખબર પડી જે તે રવિવારે રાત્રે જ કેનેડા જવા માટે પરિવાર સહિત નીકળી ગયો છે. તેના ભાઈ પરમેશ્વરને બેગ શોધવા માટે આનંદ વિહાર રેલવે સ્ટેશન મોકલ્યો હતો. જ્યારે પરમેશ્વર RPF પાસે પહોંચ્યો તો સબ ઇન્સ્પેક્ટર રોહિત સિંહે ખરાઈ બાદ તેને ઘરેણાઓથી ભરેલી બેગ સોંપી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp