ઘરેથી ઓછું ખાવાનું અને ઓછું પાણી પીયને શાળાએ જવા મજબૂર, કારણ હેરાન કરનારું
જે દેશમાં પોતે વડાપ્રધાન શૌચાલય નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ દેશની સરકારી શાળામાં એક સારું શૌચાલય પણ ન હોય તો એ વાતનો અંદાજો પોતે લગાવી શકાય છે કે વિકાસની તસવીર શું હશે. એવો જ એક મામલો ઝારખંડના ચતરા જિલ્લાથી સામે આવ્યો છે. અહી એક સરકારી શાળામાં 1090 બાળકો ભણે છે, પરંતુ તેમના ઉપયોગ માટે એક શૌચાલય પણ નથી. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે ત્યાં સ્ટેડિયમ પણ ઉપસ્થિત છે.
ઝારખંડના ચતરામાં શાળાની દુર્દશાની તસવીર સામે આવી છે. અહીં વિદ્યાર્થિનીઓને શૌચ માટે શાળાની બાજુના ઘરોમાં જવું પડે છે. નવું શૌચાલય બનાવ્યા વિના, જૂના શૌચાલયને તોડી દેવામાં આવ્યું. લગભગ 6 મહિના કરતા વધુ સમય વીતી જવા છતા શૌચાલયનું નિર્માણ કરાવી શકાયું નથી. ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મયુરહંડમાં રાજકીય વિવેકાનંદ પ્લસ ટૂ ઉચ્ચ વિદ્યાલયમાં ધોરણ એકથી 12 સુધીમાં 1090 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ભણે છે.
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, શૌચાલય ન હોવાના કારણે તેમને શાળાની બાજુના ઘરોના દરવાજા ખખડાવવા પડે છે. સાથે જ તેઓ ઘરથી ઓછું ખાવાનું અને ઓછું પાણી પીયને જાય છે જેથી તેમને શૌચાલયના સંકટનો ઓછો સામનો કરવો પડે. શૌચાલય માટે શાળાના બાજુવાળા ઘરે જતી વખત શાળાના સ્ટેડિયમમાં દારૂ અને જુગાર રમનારા રોમિયો તંગ કરે છે. તો આ મામલે શિક્ષણ અધિકારી દિનેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, નવા ભવનમાં શૌચાલયનું નિર્માણ થઈ રહ્યું છે.
ભવન નિર્માણ બાદ થોડી સમસ્યાઓ થઈ છે, જલદી જ તેના પર કામ કરવામાં આવશે. તો પ્રભારી મુખ્ય શિક્ષક રાજેન્દ્ર કુમાર દાસે જણાવ્યું કે, શાળામાં શૌચાલય સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ છે. 12માં ધોરણમાં એક પણ શિક્ષક નથી. 1-8 સુધીની વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે શાળામાં માત્ર 5 જ શિક્ષક છે. શાળાની ચારેય તરફ દીવાલ ન હોવાના કારણે અસામાજિક તત્વોથી ભય બન્યો રહે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ શાળામાં ભણનાર છોકરા અને પુરુષ શિક્ષક જંગલ કે ખેતરનો સહારો લઈને નિત્યક્રમ કરી લે છે તો શાળામાં ઉપસ્થિત 20 શિક્ષકોમાંથી 3 મહિલાઓ છે અને 2 મહિલા કર્મચારી પણ છે. તેઓ વૉશરુમ માટે પૈસા ચૂકવીને કામ ચલાવી રહી છે. જો કે, તેમને વધુ પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. તો રાજ્યના શિક્ષણ વિભાગનું કહેવું છે કે હાલના દિવસોમાં રાજ્યની 113 શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ માટે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શૌચાલય સુવિધા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જલદી જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp