મંત્રીનો દીકરો જિલ્લા કોર્ટમાં પટાવાળો બન્યો, ભત્રીજો લાઇનમાં...ભાજપ કહે...

PC: facebook.com/bhoktasatyanand

ઝારખંડના એક મંત્રીના પુત્રનો જિલ્લા કોર્ટમાં પટાવાળાની નોકરીમાં નંબર લાગી ગયો છે. આ સાંભળતા થોડું આશ્ચર્ય થાય કે મંત્રીના પુત્રને વળી નોકરી કરવાની શું જરૂર. રાજકારણમાં લોકો એવું માની જે લે છે કે નેતા મંત્રી બને એટલે બખ્ખા જ થઇ જાય અને ઘણા મંત્રીઓ તો એટલું ભેગું કરી લે કે પેઢીઓ તરી જાય. પરંતુ આમ છતા વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે. ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર છે.

ઝારખંડના શ્રમ આયોજન, પ્રશિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રી સત્યાનંદ ભોક્તાના પુત્ર મુકેશ કુમાર ભોક્તાને પટાવાળાની નોકરી મળી છે.ચતરા સિવિલ કોર્ટમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. મંત્રીના ભત્રીજા રામદેવ કુમાર ભોક્તાનું નામ વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. ચત્રા સિવિલ કોર્ટે શુક્રવારે વર્ગ ચોથા વર્ગના કર્મચારીની નિમણૂકનું પરિણામ જાહેર કર્યું, જેમાં કુલ 19 ઉમેદવારોની વિવિધ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

મંત્રી સત્યાનંદ ભોક્તા ચતરા વિધાનસભા બેઠક પરથી RJD ક્વોટાના ધારાસભ્ય છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રતુલ શાહદેવે કહ્યું કે નોકરી કે કામ કોઈ પણ હોય, તે નાનું કે મોટું નથી હોતું. પરંતુ રાજ્યમાં રોજગારીની તકો ઓછી છે. ઝારખંડમાં 7.5 લાખથી વધુ નોંધાયેલા બેરોજગારો છે.

જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ્ય સરકાર ઓછી જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. JMMના ધારાસભ્ય લોબીન હેમબ્રામે થોડા અઠવાડિયા પહેલા બેરોજગારીને લઈને પોતાની જ સરકારને ભીંસમાં લીધી હતી.

તેમણે કહ્યું હતું કે, પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં દર વર્ષે 5 લાખ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઝારખંડમાં વિવિધ સ્તરે લગભગ 3.5 લાખ પદ ખાલી છે. આવી સ્થિતિમાં પ્રતિભાશાળીઓને પણ તેમની ક્ષમતા મુજબ નોકરી મળી શકતી નથી. ઝારખંડમાં, ગૃહ વિભાગમાં 73938 પદ ખાલી છે અને શાળા શિક્ષણ વિભાગમાં 1.04 લાખ પદો ખાલી છે. આરોગ્ય વિભાગમાં 35322, કૃષિ વિભાગમાં 3500, કાયદા વિભાગમાં 4036, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગમાં 3464 જગ્યાઓ ખાલી છે.

લોબીન હેમબ્રામે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ બાંધકામ વિભાગમાં 1729, ગ્રામીણ વિકાસ વિભાગમાં 7341, જળ સંસાધન વિભાગમાં 5119, પંચાયતી રાજ વિભાગમાં 6696 જગ્યાઓ ખાલી છે. 2016 સુધી રાજ્યમાં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા 5.50 લાખ હતી. 2019ના લેબર ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ હવે આ સંખ્યા 7.32 લાખ પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp