જમ્મુ-કાશ્મીરના DyCM ચૌધરી, CM ઓમર અબ્દુલ્લા કરતા વધુ અમીર, જાણો કેટલી સંપત્તિ
નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના CM તરીકે શપથ લીધા છે. જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને SP પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી.
સુરિન્દર કુમાર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરની નવી સરકારમાં DyCM તરીકે શપથ લીધા છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે DyCM સુરિન્દર કુમાર ચૌધરી CM ઓમર અબ્દુલ્લા કરતા પણ વધુ અમીર છે. આવો જાણીએ બંને પાસે કુલ કેટલી સંપત્તિ છે.
જમ્મુ અને કાશ્મીરના DyCM સુરિન્દર કુમાર ચૌધરીએ નૌશેરાથી ચૂંટણી લડી હતી અને BJPના નેતા રવિન્દ્ર રૈનાને 7819 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાની કુલ સંપત્તિ માત્ર 55 લાખ રૂપિયા છે. તેમની પાસે 80 હજાર રૂપિયા રોકડા છે અને 24 લાખ 44 હજાર રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવ્યા છે. ઓમર અબ્દુલ્લા પાસે 30 લાખ રૂપિયાની જ્વેલરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા પાસે અન્ય કોઈ સંપત્તિ નથી.
હવે જો આપણે જમ્મુ-કાશ્મીરના DyCM સુરિન્દર કુમાર ચૌધરીની કુલ સંપત્તિની વાત કરીએ તો, તેમની પાસે કુલ 2 કરોડ 3 લાખ રૂપિયાની સંપત્તિ છે. 1 લાખ રૂપિયા રોકડા અને 1 લાખ 69 હજાર રૂપિયા બેંકો, નાણાકીય સંસ્થાઓ અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં જમા કરાવ્યા છે. આ સિવાય તેમણે 12 લાખ 52 હજાર રૂપિયાની બે વીમા પોલિસી લઇ રાખેલી છે.
DyCM સુરિન્દર કુમાર ચૌધરી પાસે ટોયોટા ફોર્ચ્યુનર કાર, હ્યુન્ડાઈ વર્ના અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક છે. તેમની કુલ કિંમત 47 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આ સિવાય જમ્મુ-કાશ્મીરના DyCM સુરિન્દર કુમાર ચૌધરી અને તેમની પત્ની પાસે 36 લાખ 92 હજાર રૂપિયાની જ્વેલરી છે.
DyCM સુરિન્દર કુમાર ચૌધરીના નામે નૌશેરામાં ખેતીની જમીન છે, જેની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની પત્નીના નામે બિનખેતીની જમીન છે, જેની કિંમત 9 લાખ રૂપિયા થવા જાય છે. DyCM સુરિન્દર કુમાર ચૌધરી પાસે નૌશેરામાં એક ઘર પણ છે, જેની કિંમત 80 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp