કોણ છે રામદાસ સોરેન, જેમને કેબિનેટમાં મળી જગ્યા? શું ચંપાઇના બની શકશે વિકલ્પ

PC: hindustantimes.com

ઝારખંડના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. પૂર્વ મુખ્યમંત્રી ચંપોઇ સોરેને JMM છોડતા મુખ્યમંત્રી હેમંત સોરેન મુશ્કેલીમાં છે. હેમંત સોરેન હવે ચંપાઇ સોરેનનો વિકલ્પ શોધી રહ્યા છે. આ ક્રમમાં તેમણે શુક્રવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો અને આદિવાસી નેતા રામદાસ સોરેનને મંત્રી પદના શપથ અપાવ્યા. રામદાસ સોરેને કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે અને તેમને એ જ બધા વિભાગ આપી શકાય છે, જે ચંપાઇ સોરેન પાસે હતા.

રામદાસ સોરેન સંથાલ આદિવાસી સમાજથી આવે છે અને એ જ સમાજથી ચંપાઇ સોરેન પણ આવે છે. એ સિવાય રામદાસ સોરેનને ચંપાઇના નજીકના કહેવામાં આવે છે. એવામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે મુખ્યમંત્રી હેમંત સોરેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ચંપાઇ સોરેને પાર્ટી છોડી છે, ત્યારથી અત્યાર સુધી હેમંત સોરેને કોઇ ટિપ્પણી કરી નથી. ઝારખંડના કોલ્હાન ક્ષેત્રમાં ચંપાઇ સોરનનો સારો પ્રભાવ છે અને JMMમાં પાર્ટી કાર્યકર્તાથી લઇને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.

તો હવે રામદાસ સોરેનને મંત્રી બનાવવામાં આવ્યા છે. રામદાસ સોરેન ઘાટશિલાથી ધારાસભ્ય છે, જે પૂર્વી સિંહભૂમ જિલ્લામાં આવે છે. કોલ્હાન મંડળમાં 3 જિલ્લા આવે છે. આ જિલ્લાના નામ પૂર્વી સિંહભૂમ, સરાયકેલા ખરસાવા અને પશ્ચિમી સિંહભૂમ છે. આ ત્રણ જિલ્લાઓમાં 14 વિધાનસભા સીટો છે. ચંપાઇ સોરેનના પ્રભાવને તમે એવી રીતે સમજી શકો છો કે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ 14માંથી એક સીટ પર પણ જીત મળી નહોતી. અહી સુધી કે પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ પોતે કોલ્હાન મંડળની એક વિધાનસભા સીટથી ચૂંટણી હારી ગયા હતા.

તેમને  ભાજપના નેતા સરયૂ રાયે હરાવ્યા હતા. તો એ જ 11 સીટ પર JMMએ જીત હાંસલ કરી હતી અને 2 સીટ પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી, જે INDIA ગઠબંધનનો હિસ્સો છે. રામદાસ સોરેન સંથાલ આદિવાસી સમાજથી આવે છે. તેઓ પૂર્વી સિંહભૂમ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ પણ છે. રામદાસ સોરેન પણ ઘણી વખત આંદોલન દરમિયાન જેલમાં જઇ ચૂક્યા છે અને તેમણે પોતાની રાજનીતિ અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી અને ત્યારે હારી ગયા હતા.

ત્યારબાદ વર્ષ 2009માં તેઓ JMMની ટિકિટ પર ઘાટશિલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી અને જીત હાંસલ કરી. 2014ની ચૂંટણીમાં રામદાસ સોરેનને ભાજપના ઉમેદવારે હરાવી દીધા હતા. તો 2020માં હેમંત સોરેને રામદાસ પર ફરીથી ભરોસો વ્યક્ત કર્યો અને તેઓ ચૂંટણી જીતી ગયા. JMMની સરકાર બની, પરંતુ તેમને કેબિનેટ મંત્રી ન બનાવાયા. હવે જ્યારે ચંપાઇ સોરેન સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. હવે રામદાસ સોરેનની જવાબદારીને કોલ્હન મંડળમાં JMMને લીડ અપાવવાની રહેશે કેમ કે ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થવાથી JMMને ઝટકો જરૂર લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp