જોશીમઠ અંગે ISROનો રિપોર્ટ સૌથી ડરામણો, 70 cm સુધી ધસી શકે છે કેટલોક ભાગ

PC: bbc.co.uk

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાનો ખતરો સતત વધી રહેલો જોવા મળી રહ્યો છે. શિવારે જોશીમઠના અન્ય 22 મકાનોમાં તિરાડો પડી છે. જેના પછી તિરોડ પડેલી બિલ્ડીંગની કુલ સંખ્યા 782 થઈ ગઈ છે. આ વચ્ચે જોશીમઠમાં જમીન ધસવાને લઈને વધુ એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. ગ્રાઉન્ડ સર્વે પ્રમાણે, જોશીમઠના કેટલાંક ભાગોમાં 2.2 ફૂટ એટલે કે 70 સીએમ સુધી જમીન ધસી પડી છે.

થોડાક દિવસો પહેલા ISROએ પોતાના રિપોર્ટમાં સાત મહિનાની અંદર 9 cm સુધી જમીન ધસી જશે તેવી વાત કહી હતી. ઈસરોના મુકાબલે ગ્રાઉન્ડ સર્વેનો આ રિપોર્ટ વધારે ડરાવનારો છે. જોશીમઠના સેંકડો ઘરોમાં તિરાડો અટકવાનું નામ નથી લઈ રહી. રાહત શિબિરમાં શરણાર્થી લોકો સરકાર તરફ મદદની આશ લગાવીને બેઠા છે. સરકારની ટીમ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી રહી છે. આ વચ્ચે જોશીમઠ શહેરના ઘણા વિસ્તારોમાં જમીન ધસવાની તપાસ કરનારા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, જમીનની તપાસ સ્પષ્ટ રૂપથી જેપી કોલોનીની અંદર બેડમિન્ટન કોર્ટમાં અને તેની આસપાસની છે.

અહીં 70 cm સુધી જમીન ધસી પડી છે. જ્યારે મનોહર બાગમાં 7-10 cm સુધી જમીન ધસી પડી છે. TOIના કહેવા પ્રમાણે, અધિકારીએ આગળ કહ્યું છે કે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલી રિમોટ સેન્સિંગ ટેકનીક ક્ષૈતિજ વિસ્થાપન જણાવી શકે છે, જે ભૂકંપ દરમિયાન થાય છે. અધિકારીએ કહ્યું છે કે, જમીનની સપાટીમાં બદલાવને રિમોટ સેન્સિંગ દ્વારા જોઈ શકાય છે. પરંતુ જમીનની નીચે શું થઈ રહ્યું છે, તેની વિસ્તૃત તપાસ માટે ફીલ્ડ તપાસની જરૂર હોય છે. ભૂવૈજ્ઞાનિક એસપી સતીએ કહ્યું છે કે જમીને ધસવાની શરૂઆત કરી છે અને અનિયંત્રિત થવા પર તે અટકશે નહીં.

જ્યારે બીજી તરફ આપદા મેનેજમેન્ટ સચિવ રંજીત સિંહાના નેતૃત્વમાં 5-6 જાન્યુઆરીના આઠ સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવેલા ફીલ્ડ સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2 જાન્યુઆરીની રાતે જેપી કોલોનીમાં જળભૃત ફાટવાના કારણે ભૂગર્ભ જળનો પ્રવાહ વધી ગયો છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે જળ પ્રવાહે કદાચ કેટલી ભૂગર્ભમાં કાલી જગ્યા બનાવી છે. એવી સંભાવના છે કે ઘરોના ધસી પડવાની પાછળ આ કારણ હોઈ શકે છે.

ભૂવિજ્ઞાની એસપી સતીએ કહ્યું છે- જોશીમઠના કેટલાંક ભાગોમાં કેટલાંક ફૂટ સુધીનો ધંસાવ જોવા મળ્યો છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં આ કેટલાંક ઈંચ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ રહી કે કોઈ વસ્તુએ જમીનના ધસવાને ટ્રિગર કરી છે, જે ત્યારે જ રોકાશે જ્યારે તેમાં કોઈ અડચણ આવશે, નહીં તો આ ચાલુ જ રહેશે. જોક સરકાર હજુ એવા દાવો કરી રહી છે કે તેઓ કોઈ પણ આપતકાલિન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp