Video: લાઈવ ડિબેટમાં પત્રકાર આશુતોષ અને આનંદ રંગનાથન વચ્ચે બબાલ, નવિકાએ...

PC: freepressjournal.in

અત્યારે ઘણી બધી ટીવી ચેનલો પર સાંપ્રત પ્રવાહોને લઇને ડિબેટ રાખવામાં આવતી હોય છે અને તેમાં પાર્ટીઓના નેતા, પ્રવક્તા, લેખકો, સામાજિક કાર્યકર્તા, ધર્મગુરુઓ, વિશેષજ્ઞ કે પત્રકાર જેવા લોકો સામેલ થતા હોય છે. આ દરમિયાન ડિબેટમાં સામેલ થનારા નેતાઓ કે લોકો આરોપ-પ્રત્યારોપ લગાવતા હોય છે. આ દરમિયાન કેટલીક વખત મામલો ખૂબ ગંભીર બની જતો હોય છે. એવું જ કંઈક ટાઇમ્સ નાવ નવભારત ચેનલ પર લાઈવ ડિબેટ દરમિયાન લેખક આનંદ રંગનાથન અને પત્રકાર આશુતોષ વચ્ચે જોવા મળ્યું.

ટાઇમ્સ નાવ નવભારત ચેનલ પર પૂર્વ પત્રકાર અને પૂર્વ રાજનેતા આશુતોષની લેખક આનંદ રંગનાથન સાથે બહેસ દરમિયાન લાઈવ ટીવી ન્યૂઝ ડિબેટમાં લડાઈ થઈ ગઈ હતી. આશુતોષે લેખક પર અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં આશુતોષ અને આનંદ રંગનાથન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના આબકારીનીતિ કેસમાં સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ પાસે મળેલા જામીન પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેની બહેસ તીખી નોકઝોકમાં બદલાઈ ગઈ હતી.

ડિબેટ દરમિયાન કેજરીવાલને મળેલા જામી અને ગણેશ ઉત્સવ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના ઘર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂજા માટે જવા પર ટીકાનો મુદ્દો હતો. આનંદ રંગનાથને આશુતોષની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, એક પત્રકાર તરીકે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જવા માટે સ્વતંત્ર છે. તેના પર આનંદ રંગનાથને કહ્યું હતું કે, જો એક પત્રકાર તરીકે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જવા માટે સ્વતંત્ર છે તો આ નિયમ બાકી બધા પર લાગૂ થાય છે. ચીફ જસ્ટિસ માટે પણ લાગૂ થાય છે.

અશુતોષે બહેસ દરમિયાન આનંદ રંગનાથન પર વ્યક્તિગત આરોપ લગાવવાની વાત કહી. આશુતોષ સ્ટૂડિયોમાં જ આનંદ રંગનાથન તરફ આગળ વધ્યા. જો કે, એન્કર નવિકા કુમારે વચ્ચે બચાવ કર્યો અને લડાઈ શાંત કરાવી. આ દરમિયાન આનંદ રંગનાથને આશુતોષને કહ્યું, બરાડા પાડવાનું બંધ કરો, હું તમારો પિતા નથી. તેના જવાબમાં અશુતોષે આનંદ રંગનાથાનને ખૂબ સંભળાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp