જોશીમઠમાં રાત્રે લોકો ઊંઘી શકતા નથી, હંમેશાં રહે છે ડરનો માહોલ,જાણો શું છે મામલો

PC: uttarakhandtriptrek.com

જ્યોતિર્મઠ નગરમાં આવેલી આફતને લગભગ 19 મહિના થઇ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી પ્રભાવિત પરિવારોને વિસ્થાપિત કરવામાં આવ્યા નથી. લોકો આજે પણ તિરાડોવાળા ઘરોમાં રહેવા મજબૂત છે. અત્યારે વરસાદી સીઝનમાં વરસાદ પડી રહ્યો છે. જ્યોતિર્મઠમાં 800 કરતા વધુ ઘરો પર CBRIના રિપોર્ટ મુજબ, તિરાડો પડી છે. 215 એવા ઘર છે, જે ઘરોમાં તિરાડો પડી છે અને એ રહેવા લાયક નથી, છતા લોકો આ જ ઘરોમાં રહે છે. અહી ક્યારેય પણ મોટા અકસ્માત થઇ શકે છે.

પ્રભાવિત હરીશ લાલ, દેવેશ્વરી દેવીનું કહેવું છે કે, આજે પણ એ લોકો રાત્રે ઊંઘતા નથી. દરેક સમયે જોખમ બનેલું રહે છે કે ક્યારેક કોઇ મોટો અકસ્માત ન થઇ જાય. એવામાં આ ઘરોમાં રહેવું ખતરનાક છે. પ્રભાવિત લોકોનું કહેવું છે કે મકાનના પૈસા તો સરકારે ચૂકવી દીધા, પરંતુ જમીનના પૈસા અત્યાર સુધી મળ્યા નથી. કેટલાક મહિના સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા. હવે ભાડા માટે પૈસા પણ પૂરા થઇ રહ્યા છે એવામાં પોતાના એ જ ઘરોમાં પાછા ફરીને રહેવા લાગ્યા છે.

મુખ્ય વાતો:

મારવાડી, ગાંધીનગર, રવિગ્રામ, મનોહર બાગ, સુનિલ, સિંહધાર સૌથી વધુ પ્રભાવિત.

CBRIના રિપોર્ટ મુજબ 800 કરતા વધુ ઘરોમાં પડી તિરાડ:

1 વર્ષથી નથી શરૂ થયું ટ્રીટમેન્ટ કાર્ય, અલકનંદા નંદીથી થઇ રહ્યું છે ધોવાણ

14 સેક્ટરમાં વહેચવામાં આવ્યો છે નગરનો આખો હિસ્સો

હાઇ રિસ્ક ઝોન, લૉ રિસ્ક ઝોન અને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યું છે આખું નગર.

જ્યોતિર્મઠના ઉપજિલ્લા અધિકારી ચંદ્રશેખર વશિષ્ઠનું કહેવું છે કે જ્યોતિર્મઠ નગરના પ્રભાવિત પરિવારોને લગભગ 58 કરોડ 28 લાખ રૂપિયાનું વળતર અપાઇ ચૂક્યું છે. વરસાદી સીઝન દરમિયાન ક્યાંય પણ કોઇ અપ્રિય ઘટના સામે આવી નથી. તિરાડની ઘટનાઓ ઓછી થઇ ચૂકી છે. જે લોકો કાચા ઘરોમાં રહે છે, તેમના પર પ્રશાસનની નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp