રાહુુલ ગાંધી સામે વાયનાડથી ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા પર 242 ગુના નોંધાયેલા છે

PC: indiatoday.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વાયનાડ લોકસભા સીટથી કે. સુરેન્દ્રનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ અહી રાહુલ ગાંધીને પડકાર આપશે, જે વર્તમાન સાંસદ છે. કે. કરેન્દ્રન કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, તેમની વિરુદ્ધ 242 ગુના નોંધાયેલા છે. ચૂંટણી પંચના દિશા નિર્દેશો મુજબ, સુરેન્દ્રને હાલમાં જ પાર્ટીના મુખપત્રમાં પોતાના ઉપર નોંધાયેલા કેસોનું વિવરણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે ભગવા પાર્ટીના એર્નાકુલમ સીટના ઉમેદવાર કે.એસ. રાધા કૃષ્ણન વિરુદ્ધ લગભગ 211 ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ભાજપના રાજ્ય મહાસચિવ જોર્જ કુરિયને આ બાબતે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, 'વધારે કે વર્ષ 2018માં થયા. જે સબરીમાલા વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. મોટા ભાગના કેસ કોર્ટમાં છે. જ્યારે પાર્ટીના નેતા હડતાળ કે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરે છે, તો પોલીસ એ સંબંધમાં કેસ નોંધે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના નવા નિયમો મુજબ, ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસોના વિવરણ કોઈ સમાચાર પત્ર કે પત્રિકામાં પ્રકાશિત કરાવવા અનિવાર્ય છે.

આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે શુક્રવારે ટ્વીટ કરીને કે. સુરેન્દ્રન, કે.એસ. રાધાકૃષ્ણન, પાર્ટીના અલાપ્પુનાઝા ઉમેદવાર શોભા સુરેન્દ્રન અને વટકારાના ઉમેદવાર પ્રફુલ કૃષ્ણ વિરુદ્ધ નોંધાયેલા કેસોનું વિવરણ શેર કર્યું અને લખ્યું કે, 'ભારતના કેટલાક હિસ્સામાં રાષ્ટ્રવાદી હોવું કઠિન છે. અહી રોજિંદો સંઘર્ષ છે, પરંતુ એ સંઘર્ષ કરવા લાયક છે.' કેરળ ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ નોંધાયેલા કેસોની સંખ્યાનું વિવરણ આપતા જોર્જ કુરિયને કહ્યું કે, '237 કેસ સબરીમાલા વિરોધ પ્રદર્શન સંબંધિત છે, જ્યારે 5 કેરળમાં વિભિન્ન આંદોલનોના સંબંધમાં નોંધાયેલા છે.

પથાનામથિટ્ટા જિલ્લાના પર્વત પર સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગૂ કરવાના કેરળ સરકારના નિર્ણય વિરુદ્ધ ભાજપ અને તેના સહયોગી દળોએ વર્ષ 2018માં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન આયોજિત કર્યા હતા. અન્ય પાર્ટીના ઉમેદવારોના કેસનું વિવરણ હજુ સામે આવ્યું નથી. લોકસભાની ચૂંટણીના બીજા ચરણ માટે નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. સ્ક્રૂટની 5 એપ્રિલે થશે, જ્યારે નામાંકન પાછા લેવાની અંતિમ તારીખ 8 એપ્રિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp