‘યે બંધન તો...' આસારામના સમર્થકો સાથે BJP નેતા કૈલાશ વિજયવર્ગીયે ગાયું ગીત

PC: aajtak.in

મધ્ય પ્રદેશની ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ એક મંચ પર ભજન ગાતા નજરે પડી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈન્દોર-1 વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીય ચૂંટણી પ્રચાર દરમિયાન આસારામ સાથે જોડાયેલી એક સંસ્થાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

ગાવાના શોખીન કૈલાશ વિજયવર્ગીયએ આ દરમિયાન મંચ પર ‘યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ’ ગીત ગાયું હતું. શહેરની નર્સિંગ વાટિકામાં શ્રી યોગ સેવા સમિતિના સંચાલક દેવેન્દ્ર મુર્દેએ આ ભજન સંધ્યાનું આયોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને વિધાનસભા નંબર-1ના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીય ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન અહી કૈલાશ વિજયવર્ગીયએ એક ભજન પણ ગાયું, તો આ દરમિયાન ત્યાં આસારામની સંસ્થા સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા અને તેની શાળાના કેટલાક બાળકો પણ ત્યાં ઉપસ્થિત હતા.

આસારામને એક કિશોરીના યૌન ઉત્પીડનના કેસમાં 25 એપ્રિલ 2018ના રોજ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને મળે એક ભી વોટ, તો BJP બૂથ અધ્યક્ષને 51 હજાર આપીશ અને ‘હું ટિકિટ મળવાથી ખુશ નથી’, હું પોતાની વિધાનસભામાં પહોંચ્યા વિના જ 50 હજાર વૉટથી જીતી જઈશ. જેવા નિવેદનોથી કૈલાશ વિજયવર્ગીય ચર્ચામાં છે. કૈલાશ વિજયવર્ગીયએ વ 1990 થી વર્ષ 2013 વચ્ચે ઈન્દોર જિલ્લાની અલગ-અલગ સીટોથી સતત 6 વિધાનસભા ચૂંટણી જીતી હતી.

વર્ષ 2013ની ચૂંટણીમાં તેમણે મહૂ સીટ પરથી કોંગ્રેસના અંતર સિંહ દરબારને 12,216 વૉટના અંતરથી હરાવ્યા હતા. હવે 10 વર્ષ બાદ ફરી કૈલાશ વિજયવર્ગીય ચૂંટણી મેદાનમાં તાલ ઠોકવા ઉતર્યા છે. ભાજપે ઇન્દોરની વિધાનસભા સીટ-01થી રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર વર્ષ 2018માં કોંગ્રેસના ઉમેદવાર સંજય શુક્લાને જીત મળી હતી. તો આ વખત કૈલાશ વિજયવર્ગીય વિધાનસભાની ચૂંટણી લડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ગત દિવસોમાં ઈન્દોરમાં તેમણે કહ્યું હતું કે, હું પોતાની અંતિમ ચૂંટણી મહૂથી લડીશ, જો પાર્ટીનો આદેશ થયો તો ચૂંટણીમાં પાછળ હટું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp