શું હોય છે સિગ્નલિંગ સિસ્ટમ શું હોય છે? જેને તોડીને માલગાડીએ પાછળથી ટક્કર મારી
પશ્ચિમ બંગાળમાં રાનીપાત્રા સ્ટેશન અને ચત્તર હાટ જંક્શનની વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને પાછળથી એક માલગાડીએ સિગ્નલ તોડીને ટક્કર મારી દીધી. અહી ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લાગી છે, જેનાથી 2 ટ્રેનો વચ્ચેની દૂરી નક્કી થાય છે અને સંચાલન થાય છે. ભારતીય રેલવે ધીરે ધીરે એબ્સોલ્યૂટ બ્લોક સિસ્ટમથી ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમમાં શિફ્ટ થઈ રહી છે. તેના શું ફાયદા છે, એ કેવી રીતે કામ કરે છે અને સિસ્ટમ લાગ્યા હોવા છતા અકસ્માતની આશંકા કેવી રીતે રહે છે? ચાલો જાણીએ.
રેલવેના વરિષ્ઠ અધિકારી મુજબ, 2 ટ્રેન વચ્ચે બીજી દૂરી નક્કી કરવા માટે 2 પ્રકારની સિસ્ટમ કામ કરી રહી છે. પહેલી એબ્સોલ્યૂટ બ્લોક સિસ્ટમ અને બીજી ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ છે. ભારતીય રેલવે ધીરે ધીરે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમમાં શિફ્ટ થઈ રહી છે. એબ્સોલ્યૂટ બ્લોક સિસ્ટમ જૂની છે. જો કે, તે અત્યારે પણ તમામ જગ્યાએ ચાલી રહી છે.
શું છે એબ્સોલ્યૂટ બ્લોક સિસ્ટમ:
એબ્સોલ્યૂટ બ્લોક સિસ્ટમ હેઠળ ટ્રેનો વચ્ચેની દૂરી સ્ટેશનો વચ્ચેના અંતર પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે એક ટ્રેન આગામી સ્ટેશનને પાર કરી જાય છે તો પહેલા સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનને સિગ્નલ મળે છે. આ સિસ્ટમમાં સ્ટેશનો વચ્ચેની દૂરી ભલે એક કિમી હોય કે ઘણા કિમી. તેનાથી કોઈ ફરક પડતો નથી. આ પ્રકારના સ્ટેશનો વચ્ચે કોઈ ટ્રેન હોતી નથી. તેનાથી ટ્રેનો વચ્ચે ગેપ વધારે રહે છે. આ સિસ્ટમ હેઠળ સીમિત સંખ્યામાં જ ટ્રેનોનું સંચાલન થાય છે. જો કે, તેમાં પણ સિગ્નલ હોય છે. આ સિસ્ટમ હેઠળ કોઈ દૂરી નક્કી હોતી નથી.
શું છે ઓટોમેટિક સિસ્ટમ
આ સિસ્ટમ હેઠળ 2 સ્ટેશનો વચ્ચે ઘણા સિગ્નલ લાગેલા હોય છે. આ સિગ્નલ ઓટોમેટિક કામ કરે છે. તેનું દૂરી નિશ્ચિત રહે છે, પરંતુ અલગ અલગ સેક્શનમાં જરૂરિયાત મુજબ હોય છે. જ્યાં ટ્રેનોની ટ્રાફિક વધારે છે અને કોઈ પ્રકારની કોઈ ટેક્નિકલી સમસ્યા નથી, તો ઓછા ઓછા અંતરે સિગ્નલ લાગેલા હોય છે અને જ્યાં એવી (ટેક્નિકલી) કોઈ સમસ્યા હોય છે તો વધારે દૂરી પર સિગ્નલ લાગેલા છે. ઉદાહરણ તરીકે મુંબઇમાં ટ્રેનોની સંખ્યા વધારે છે, આ કારણે 500 મીટર સુધીની દૂરીથી ટ્રેનો ચાલે છે. અહી સિગ્નલ નજીક નજીક છે. એક પાછળ એક ટ્રેન ચાલે છે. આ કારણે 2 સ્ટેશનો વચ્ચે ઘણી સંખ્યામાં ટ્રેનોનું સંચાલન થાય છે.
અકસ્માતનું કારણ:
કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતમાં મલગાડીના લોકો પાયલટે સિગ્નલ તોડીને ટક્કર મારી છે. જ્યારે એક ટ્રેન આગળ હોય છે તો ટ્રેનને ધીમી કરવાનું સિગ્નલ ઓટોમેટિક મળી જાય છે એવામાં લોકો પાયલટે સિગ્નલને નજરઅંદાજ કેવી રીતે કર્યું, તેની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp