કન્હૈયા પર ચાલે છે 7 કેસ, પોતાનું ના ઘર-ના ગાડી, જાણો કેટલી સંપત્તિના માલિક?

PC: livemint.com

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે સોમવારે દિલ્હીની નોર્થ ઇસ્ટ લોકસભા સીટ પરથી પોતાનું નામાંકન દાખલ કર્યુ. તેમને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમનો સામનો 2 વખતના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી સાથે થશે. કન્હૈયા કુમારે સોમવારે પોતાનું નામાંકન પત્રક દાખલ કર્યું. નામાંકન પત્ર સાથે જમા કરાવવામાં આવેલી એફિડેવિટ મુજબ, કન્હૈયા કુમાર પર 7 કેસ ચાલી રહ્યા છે.

તેમણે લગભગ 11 લાખ રુપિયાની સંપત્તિની ચલ-અચલ સંપત્તિનું વિવરણ આપ્યું છે. દિલ્હીથી સંસદ જવા માટે ઉમેદવારી કરી રહેલા કન્હૈયા કુમાર ન તો દિલ્હીના મતદાતા છે અને ન તો તેમનું દિલ્હીમાં કોઇ મકાન છે. કન્હૈયા કુમાર બેગૂસરાય સંસદીય ક્ષેત્રના મતદાતા છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે દાખલ ITRમા તેમણે પોતાની વાર્ષિક આવક 18 હજાર 328 રુપિયા બતાવી છે. એ સિવાય કન્હૈયા કુમારે 2021-22મા 70 હજાર રુપિયા, 2020-21મા 1,95,759 રુપિયા, 2019-20મા 90,189 રુપિયા અને વર્ષ 2018-19મા 1,65,049 રુપિયાની આવક દેખાડી છે.

ચલ સંપત્તિના રુપમાં તેમના 2 બચત ખાતાઓમાં 8 લાખ 7 હજાર 966 રુપિયા જમા છે. તેમાંથી એક ખાતું JNU કેમ્પસમાં સ્થિત SBIની શાખામાં છે. આ ખાતામાં 4 લાખ 52 હજાર 57 રુપિયા જમા છે. તો બેગૂસરાયના ઝીરોમાઇલ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં કન્હૈયા કુમારના ખાતામાં 2 લાખ 27 હજાર 409 રુપિયા જમા છે. કન્હૈયા કુમારે જણાવ્યું કે, તેમની પાસે 1 લાખ 28 હજાર 500 રુપિયા રોકડ છે.

તો જો અચલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે બેગૂસરાયની બિહટમાં 85.5 વર્ગ ફૂટ બિન ખેતીલાયક જમીન છે. અ જમીનની બજાર કિંમત લગભગ 2.65 હજાર રુપિયા છે. આ ચલ-અચલ સંપત્તિઓ સિવાય કન્હૈયા કુમાર પાસે બીજી કોઇ સંપત્તિ નથી. એ સિવાય તેમનું ન તો કોઇ દેવું છે અને ન કોઇ હીરા-ઘરેણા. તેમની પાસે કોઇ પણ ગાડી નથી. તેમની પાસે ન તો FD છે અને ન તો તેમણે શેર બજારમાં કોઇ રોકાણ કર્યુ છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત સમાજ સેવા અને પુસ્તકોની રોયલ્ટી બતાવી છે.

જો કન્હૈયા કુમાર પર નોંધાયેલા ગુનાહિત કેસોની વાત કરીએ તો તેમની વિરુધ આસામ, બિહાર અને દિલ્હીમાં કુલ 7 કેસ નોંધાયેલા છે. તેમને કોઇ પણ કેસમાં સજા થઇ નથી. બધા કેસ કોર્ટમાં વિચારાધિન છે. તેમાંથી એક કેસ આસામના કામરુપ જિલ્લા, 4 કેસ બિહારના બેગૂસરાય, એક કેસ બિહારની રાજધાની પટના અને એક કેસ દિલ્હીમાં નોંધાયેલો છે. દિલ્હીની બધી સાતેય લોકસભા સીટો પર લોકસભાની ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 25 મેના રોજ મતદાન થશે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp