અભિનેતાએ ચાલી રહેલા દંપતિ પર કાર ચઢાવી દીધી, મહિલાનું મોત, એક્ટરની ધરપકડ

PC: twitter.com

કન્નડ ફિલ્મોમાં કામ કરતા એક અભિનેતા પુરપાટ ઝડપે અને બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને એક નિદોર્ષ દંપતિને ઉડાવી દીધું હતું. કારની ઝડપ એટલી હતી કે અકસ્માત કર્યા પછી ધડાકાભેર થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. મહિલાનું મોત થયું છે જ્યારે પુરુષની હાલત ગંભીર છે.

કન્નડ ફિલ્મોના અભિનેતા નાગભૂષણની કારથી એક શોકિંગ એક્સિડન્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ ગઇ કાલે રાત્રે નાગભૂષણની કારે ફુટપાથ પર વોકીંગ કરી રહેલા એક દંપતિને ટક્કર મારી હતી, એ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. જ્યારે પતિની હાલત ગંભીરછે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના કહેવા મુજબ કાર અભિનેતા નાગભૂષણ ચલાવી રહ્યો હતો. પોલીસે ગુનો નોંધીને એક્ટરની ધરપકડ કરી છે.

આ ભયાનક અકસ્માત માટે પોલીસે નાગભૂષણ સામે કેસ નોંધ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે, પોલીસે એકટરની ધરપકડ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે એક દંપતિ ફુટપાથ પર ચાલી રહ્યું હતું ત્યારે નાગભૂષણની કારે દંપતિને જોરદાર ટક્કર મારી દીધી હતી. દંપતિની હિટ કર્યા પછી કાર એક થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ ગઇ હતી.

જાણવા મળેલી માહિતી મુજબ આ અકસ્માત બેંગલુરુના વસંત પુરી મેઇન રોડ પર તયો હતો. અભિનેતા નાગભૂષણ ઉત્તરહલ્લીથી કોનાનકુંતે તરફ જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે જઇ રહેલી તેમની કારે દંપતિને ટકકર માર્યા પછી થાંભલા સાથે અથડાઇ ગઇ હતી, કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ ઘટના પછી નાગભૂષણ પોતે જ દંપતિને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલ જતા પહેલા 48 વર્ષના મહિલા પ્રેમાનું મોત થઇ ગયું હતું.

પ્રેમાના પતિ 58 વર્ષના કૃષ્ણાને બંને પગમાં, માથાના ભાગે અને પેટમાં ઇજા થઇ છે. તેમની હાલત પણ ગંભીર હોવાનં કહેવાય છે.પ્રેમાના પતિને બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ગંભીર મામલે બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં નાગભૂષણ પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

નાગભૂષણ કન્નડ ઘણી ફિલ્મોમાં સહાયકની ભૂમિકામા જોવા મળ્યા છે. તેમણે 'યુવરત્ન', 'લકી મેન' અને 'ડેરડેવિલ મુસ્તફા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાગભૂષણને લીડ રોલમાં ચમકાવતી કન્નડ ફિલ્મ 'તગારુ પલ્યા' નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp