રેસમાં બીજા નંબરે આવ્યો અને પછી મિનિટોમાં જ મોત, 15 વર્ષીય વિદ્યાર્થીનુ...

PC: australiawidefirstaid.com.au

કર્ણાટકના તુમકુર જિલ્લામાં એક 15 વર્ષીય છોકરાનું દોડ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી મોત થઇ ગયું. મીડિયા રિપોર્ટ મુજબ, મૃતક ભીમાશંકરને શાળાની સ્પર્ધામાં હિસ્સો લેવા દરમિયાન રીલે દોડમાં બીજા નંબર પર રહેવાની થોડી મિનિટો બાદ કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો. ભીમાશંકર પોતાની શાળાની ટીમનો હિસ્સો હતો. છોકરો એ વાતથી પરેશાન હતો કે તેની ટીમ રેસમાં બીજા નંબર પર રહી. દોડ સમાપ્ત થવાની થોડી મિનિટ બાદ ભીમાશંકરને બેચેની થવા લાગી.

તેણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી અને તેની સાથે જ તે પડી ગયો. તેને તરત જ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. જો કે, તે બચી ન શક્યો. ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ભીમાશંકરનું મોત કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. મૃતક ભીમાશંકરના પિતાએ કોરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બાદ પ્રાથમિકી નોંધાવી છે. પોસ્ટમોર્ટમ બાદ ભીમાશંકરનું શબ તેના માતા-પિતાને સોંપી દીધું. કાર્ડિયાક અરેસ્ટથી બાળકોના મોતની એવી જ ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે.

આ વર્ષે મેમાં ગ્રેટર નોઇડામાં શાળામાં મિત્રો સાથે રમતી વખત વધુ એક 15 વર્ષીય છોકરાને હાર્ટ એટેક આવવાથી મૃત્ય થઇ ગયું હતું. આઠમાં ધોરણના વિદ્યાર્થી રોહિત સિંહને ડૉક્ટરોએ ત્યારે મૃત જાહેર અકરી દીધો, જ્યારે તેને હૉસ્પિટલ જઇ જવામાં આવ્યો. શિક્ષકોએ કહ્યું કે, બેહોશ થયા બાદ તેણે તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો. શાળાના સ્ટાફે બાળકોને ડિહાઇડ્રેશન સમજીને ORS આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બચાવી ન શકાયો.

જુલાઇમાં ગુજરાતમાં પણ એક એવી ઘટના સામે આવી હતી જેમાં 15 વર્ષીય છોકરાનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. રાજકોટ જિલ્લામાં સ્થિત સ્વામી નારાયણ ગુરુકુળના બાળકે હાર્ટએટેક અગાઉ પોતાના પિતાને એક તસવીર મોકલી હતી. પિતાએ ગુરુ પૂર્ણિમા પર કાર્યક્રમમાં ઉપસ્થિતિ કરવા જઇ રહેલા દીકરાને ઓલ ધ બેસ્ટ લખીને ઉત્સાહ વધાર્યો હતો. ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં એક વિદ્યાર્થીને એકાએક હાર્ટ એટેક આવવાથી હાહાકાર મચી ગયો હતો.

કાર્યક્રમને વચ્ચે જ રોકવો પડ્યો અને વિદ્યાર્થીને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં કિશોર વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મેડિકલ તપાસમાં વિદ્યાર્થીના મોતનું કારણ હાર્ટ એટેક બતાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાઓમાં હાર્ટ એટેક પડવાની ઘટનાઓ વધી છે. હાર્ટ એટેક્ની ઘટનાઓમાં વૃદ્ધિનું એક કારણ અસ્વાસ્થ્ય જીવનશૈલી પણ છે. લોકો હસતા અને નાચતા હાર્ટ એટેક્નો શિકાર થઇ રહ્યા છે. ડૉક્ટર પણ આ પ્રકારની ઘટનાઓ પર ચિંતા જાહેર કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp