મોદી-મોદી કરતા યુવાનોને થપ્પડ લગાવવા જોઇએ-કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન

PC: aajtak.in

કર્ણાટકમાં કન્નડ અને સંસ્કૃતિ વિભાગના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ તંગાડાગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો પર ખૂબ રોષમાં છે. રોજગારના મુદ્દા પર ગુસ્સે થતા તેઓ બોલ્યા યુવક અને વિદ્યાર્થી મોદી મોદીના નારા લગાવે છે, તો તેમને થપ્પડ મારવી જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન સોમવાર (25 માર્ચ 2024)ના રોજ રાજ્યના કોપ્પલ જિલ્લાના કરાતાગીમાં રાજ્યના કેબિનેટ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. શું તેઓ વાયદા હેઠળ જોબ્સ આપી શક્યા?

તેમણે કહ્યું કે, જ્યારે નોકરીઓ બાબતે પૂછ્યું તો તેઓ કહે છે કે પકોડા વેચો. તેમને શરમ આવવી જોઈએ, જો કોઈ વિદ્યાર્થી કે યુવક અત્યારે પણ મોદી મોદી કહે તો તેમને થપ્પડ મારવી જોઈએ. કોંગ્રેસ નેતા મુજબ, વડાપ્રધાન મોદી છેલ્લા 10 વર્ષથી દરેક વસ્તુ ખોટી બોલીને ચલાવી રહ્યા છે. એવામાં તેમને લાગે છે કે, લોકોને 5 વર્ષ વધુ મૂર્ખ બનાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં 100 સ્માર્ટ શહેર બનવાનો વાયદો કર્યો હતો. હું પૂછું છું કે, એ સ્માર્ટ શહેર ક્યાં છે? તમે લોકો એમાંથી માત્ર એકનું નામ આપો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા શિવરાજ તંગાડાગીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ છે, સારા કપડાં પહેરે છે અને શાનદાર ભાષણ આપે છે. તેઓ સતત ડ્રેસ બદલાતા રહે છે અને પછી તેઓ સ્ટંટ પણ કરે છે. સમુદ્રની ઊંડાઈમાં જઈને પૂજા અર્ચના કરે છે. શું આ બધુ વડાપ્રધાને કરવું જોઈએ? તો ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિએ તેમની ટિપ્પણીઓ પર પલટવાર કર્યો છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ આગામી લોકસભામાં માઠી રીતે હારવાની છે. એ કોંગ્રેસીઓને અનુભવાઈ રહ્યું છે એટલે તેઓ રોજ એક નવા નીચલા સ્તર પર જઇ રહ્યા છે અને તેઓ વડાપ્રધાન મોદીને તાનાશાહ કહે છે.

ભાજપ કર્ણાટકના મંત્રીની ટિપ્પણી વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી છે. ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને ભાજપના મંત્રી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાણી માગ કરી છે. ભાજપે તેને આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન બતાવતા કહ્યું કે, તેમને ચૂંટણી પ્રક્રિયાથી અને કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરતા રોકવા જોઈએ. ભાજપે કોંગ્રેસી મંત્રી પર કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના મતદાતાઓ અને યુવાઓ વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી યુવા મતદાતાઓમાં ડર ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ મતદાનથી દૂર રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp